જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્માએ ચોંકાવનારી વાત કહી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

હિન્દી અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્માએ હાલમાં ખૂબ જ ચોંકાવનારી વાત કહી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ કાળા રહસ્યો ખોલ્યા છે અને જણાવ્યું છે કે બોલિવૂડમાં મહિલાઓને માત્ર એક ફર્નિચરની જેમ ગણવામાં આવે છે. અહીં જાતિ અને વર્ગના આધારે ભેદભાવ થાય છે. લોકો ખોરાક ખાતી વખતે પણ ભેદભાવ કરે છે. છેલ્લા 20 વર્ષથી હિન્દી અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી અભિનેત્રી કોંકણાએ કહ્યું કે સેટ પર છોકરીઓ સાથે ગંદી વાતો કરવામાં આવે છે અને આ કૃત્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વગદાર લોકો કરે છે, તેથી જ તેમની સામે ક્યારેય કોઈ અવાજ ઉઠાવવા સક્ષમ નથી. એટલું જ નહીં જાતિના આધારે પણ લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે.

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં હેમા કમિટીના રિપોર્ટ વિશે વાત કરતા કોંકણાએ કહ્યું હતું કે, ‘ફિલ્મ સેટ પર જ નહીં, પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતિ અને વર્ગના આધારે લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. કોને ક્યાં બેસવાનું છે? બેસવાની છૂટ છે કે નહીં? કોણે શું ખાવું છે? કોનું બાથરૂમ ક્યાં હશે? આ બધું જાતિના આધારે નક્કી થાય છે.

- Advertisement -

તેણે એમ પણ જણાવ્યું હતું કે, ‘જો તમે સિનિયર અભિનેત્રી નથી તો તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવશે. તમને ‘ફર્નિચર’ ગણવામાં આવશે. અહીં જુનિયર કલાકારોની તો કોઇ ઇજ્જત જ નથી. તેમને હાલતાને ચાલતા ધક્કે ચઢાવવામાં આવે છે. આવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે આ બધું સહન કરવું કેટલું મુશ્કેલ છે.’

બોલિવૂડ એ ગ્લેમરથી ભરેલી દુનિયા છે, જેનાથી લોકો અંજાયેલા છે. અહીં દરરોજ અનેક લોકો તેનો ભાગ બનવા માટે દેશના વિવિધ ભાગોમાંથી અહીં આવે છે, પરંતુ પછી તેઓએ તેની કાળી બાજુનો સામનો કરવો પડે છે. બોલિવૂડના કડવા સત્યો ઘણી વખત સામે આવ્યા છે, તેમાંથી એક સત્યને હવે કોંકણા સેન શર્માએ ઉજાગર કર્યું છે

- Advertisement -
Share This Article