નાગપુર, તા. 20 : દુનિયાભરમાં `ધડાકા’ (અસલ વિસ્ફોટક-બોમ્બ)ની ધૂમ છે. નાગપુરની બોમ્બ માર્કેટમાં લાવલાવ વધી છે. વૈશ્વિક સ્તરે હજારો કરોડના ઓર્ડર મળ્યાનું સામે આવ્યું છે. દુનિયામાં હાલ અનેક દેશો વચ્ચે ઘર્ષણ, તણાવ છવાયો છે. જેનો ફાયદો વિસ્ફોટક, બોમ્બ બનાવતી કંપનીઓને થઈ રહ્યો છે.
નાગપુરમાં આવી કંપનીઓ કાર્યરત છે જેને મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. અહેવાલ મુજબ નાગપુરમાં વિસ્ફોટક, બોમ્બના કુલ 3000 કરોડના ઓર્ડર છે જેમાં 1000 કરોડનો માલ સપ્લાય થઈ ચૂકયો છે. મુખ્ય ખરીદવારો યુદ્ધમાં ઉતરેલું રશિયા કે યુક્રેન નથી પરંતુ બુલ્ગારિયા, સ્પેન, જર્મની, દક્ષિણ આફ્રિકા, વિયેટનામ, બ્રાઝીલ, પોલેન્ડ અને સાઉદી અરબ જેવા દેશો છે.
એવી પણ સંભાવના છે કેઆ દેશો ખરીદી બાદ માલને અન્યત્ર સપ્લાય કરતાં હોય. નાગપુરની બોમ્બ માર્કેટમાં સૌથી વધુ માગ 1પપ એમએમ, હોવિત્ઝર ગન, 40 એમએમ શોલ્ડલ ફાયર રોકેટની છે. મીડિયા અહેવાલ મુજબ, છેલ્લા 3 મહિનામાં નાગપુરથી 900 કરોડથી વધુના કારતૂસ, રોકેટ, બોમ્બની સપ્લાય કરાઈ છે. બીજીતરફ નાગપુરની કંપનીઓનો દાવો છે કે અહીંથી એક પણ કારતૂસ યુદ્ધગ્રસ્ત દેશોમાં સપ્લાય થયું નથી. અન્ય દેશના ખરીદદાર એન્ડ યૂઝ સર્ટિ. જારી કરે છે ત્યારબાદ જ ભારતમાં કંપનીઓને શત્રો અને દારૂગોળો વેંચવાનું લાયસન્સ મળે છે. કેટલાક દેશોમાં આ માલ વેંચવા પર પ્રતિબંધ છે.