Mahendra Thar Discount 3 lac ,Scorpio ,Bolero Discount Offers : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ મહિને ઘણી લોકપ્રિય SUV પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. જેમાં મહિન્દ્રા થારથી લઈને સ્કોર્પિયો એન અને XUV700 સુધીની કારના નામ સામેલ છે. ચાલો જાણીએ કે કંપની કઈ કાર કેટલા ડિસ્કાઉન્ટમાં વેચી રહી છે.
મહિન્દ્રા થાર
સૌ પ્રથમ, મહિન્દ્રા થાર 3-ડોર વિશે વાત કરીએ… જેની ખરીદી પર 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ડિસ્કાઉન્ટ થારના ટોપ-સ્પેક 4X4 વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. તેની સાથે પેટ્રોલ વેરિએન્ટમાં ડીઝલ વેરિએન્ટની સરખામણીમાં વધુ ફાયદો મળી રહ્યો છે. તેની કિંમતની વાત કરીએ તો તે 11 લાખ 35 હજાર રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.
Mahendra Bolero Nio બીજી કાર Mahindra Bolero Neo છે, જેના પર 1 લાખ 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં 70 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 30 હજાર રૂપિયા સુધીની ફ્રી એક્સેસરીઝનો સમાવેશ થાય છે. મહિન્દ્રાની આ કાર એક્સ-શોરૂમ રૂ. 9.95 લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.
Mahindra XUV400 EV
હવે વાત કરીએ મહિન્દ્રાના XUV400 EV વિશે, કંપની આ ઇલેક્ટ્રિક વાહન પર 3 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમે આ ઓફરનો લાભ રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસના રૂપમાં મેળવી શકો છો. કિંમત વિશે વાત કરીએ તો, તમે આ EV 15 લાખ 49 હજાર રૂપિયાની પ્રારંભિક કિંમતમાં મેળવી શકો છો.
Mahindra Scorpio N
આ સિવાય એ શક્ય નથી કે કંપનીની સૌથી વધુ ડિમાન્ડવાળી SUV આ ઑફર્સમાં પાછળ રહી જાય. આ SUV પર 50 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે તેને 13 લાખ 85 હજાર રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકો છો