ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન, બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં, આ રીત રાંધો ભાત …

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

ચોખાને યોગ્ય રીતે પકાવવામાં આવે તો દિવસે અને રાત્રે ભાત ખાવાથી પણ તમારું વજન વધશે નહીં અને ડાયાબિટીસમાં પણ તકલીફ પડશે નહીં. શરીરનું વજન વધે કે ચરબી વધે તેનું કારણ ભાત નહીં બને. જો તમને પણ ભાત ખાવા પસંદ હોય તો આજે તમને જણાવીએ કે ભાત કેવી રીતે બનાવવા જોઈએ.

તમે પણ એવું અનેક વખત સાંભળ્યું હશે કે ચોખા એટલે કે ભાત ખાવાથી વજન વધે છે. જે લોકોને પોતાનું વધેલું પેટ ઘટાડવું હોય તેવો સૌથી પહેલાં ભાત ખાવાનું બંધ કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. સાઉથ ઇન્ડિયામાં મોટાભાગના લોકો સવારે અને રાત્રે ચોખા ખાતા હોય છે. પરંતુ જે બંને ટાઈમ ચોખા ખાય છે તેઓનું પણ વજન વધારે હોય તે જરૂરી નથી. મોટાભાગની સાઉથ ઇન્ડિયન વાનગીઓ ચોખાથી જ બને છે. ચોખા ખાવાથી વજન વજન વધતું નથી જો તમે ચોખાને યોગ્ય રીતે પકાવી અને તેને ખાવ છો તો તે નુકસાન કરતા નથી.

- Advertisement -

ચોખાને યોગ્ય રીતે પકાવવામાં આવે તો દિવસે અને રાત્રે ભાત ખાવાથી પણ તમારું વજન વધશે નહીં અને ડાયાબિટીસમાં પણ તકલીફ પડશે નહીં. શરીરનું વજન વધે કે ચરબી વધે તેનું કારણ ભાત નહીં બને. જો તમને પણ ભાત ખાવા પસંદ હોય તો આજે તમને જણાવીએ કે ભાત કેવી રીતે બનાવવા જોઈએ. આ રીતે બનાવેલા ભાત બપોરે અને રાત્રે ભોજનમાં લેશો તો પણ તમારું વજન વધશે નહીં અને બ્લડ સુગર પણ સ્પાઇક નહીં થાય.

હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે ચોખા ખાવાથી વજન વધતું નથી. જો તમે ચોખાને ખોટી રીતે પકાવો અને પછી તેને ખાવ તો વજન ઝડપથી વધે છે. જો ચોખાની પસંદગી યોગ્ય રીતે થઈ હોય અને તેને યોગ્ય રીતે પકાવવામાં આવે તો તે નુકસાન કરતા નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર માર્કેટમાં મળતા પોલીશ રાઈસને બદલે અનપોલીશ રાઈસ ખાવા જોઈએ. આ ચોખા ખાવાથી વજન વધતું નથી.

- Advertisement -

મોટાભાગના લોકો પોલીશ રાઈસ ખાવાનું પસંદ કરે છે અને તેને પકાવવાની રીત પણ ખોટી હોય છે. ખોટી રીતે પકાવેલા ચોખા વજન વધવાનું કારણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત ક્યારેય કુકરમાં બનાવવા નહીં. ભાત બનાવવા માટે ચોખાને હંમેશા ખુલ્લા તપેલામાં પાણીમાં ઉકાળીને પકાવવા જોઈએ. ભાત બની જાય પછી જે પાણી વધે તેને કાઢી નાખવું. જો આ રીતે તમે ભાત બનાવીને ખાશો તો વજન વધશે નહીં.

Share This Article