વલસાડ, ગુરુવાર
સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં સુરતના પાંચ મિત્રો પૈકી ચારનાં ઘટનાસ્થળે જ મોત થયાં. આ અકસ્માતે કારચાલક ઘાટ ઉતારતી વખતે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી બેઠો. કાર ચાલકને મોટી દુર્ઘટના ટાળવા માટે ગુમાવેલા કાબૂને સમેટવા જ પરિસ્થિતિ મુજબ ઘાટ ઉપરના મોટા પથ્થર સાથે કાર અથડાવી, જોકે કાર પલટી મારીને નીચે ખીણમાં ગઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.
આ અકસ્માતને જોતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પીટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી.