કોનાક્રી (ગિની), 2 ડિસેમ્બર: ગિનીના વડા પ્રધાન અમાડો ઓરી બાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે ગિનીના લશ્કરી નેતા મામાડી ડૌમ્બોયાના સન્માનમાં રવિવારે બપોરે આયોજિત સ્થાનિક ટુર્નામેન્ટની ફાઈનલ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ મેચ નઝારેકોર શહેરમાં લેબેની ટીમ અને નઝારેકોરની ટીમ વચ્ચે રમાઈ રહી હતી.
“નાસભાગ દરમિયાન પીડિતોની સંખ્યા નોંધવામાં આવી હતી,” બાહે કહ્યું, જોકે તેણે માર્યા ગયેલા લોકોની સંખ્યા અંગે કોઈ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું કે પ્રાદેશિક અધિકારીઓ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
રાજકીય પક્ષોના ગઠબંધન, નેશનલ એલાયન્સ ફોર અલ્ટરનેટીવ એન્ડ ડેમોક્રસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાસભાગમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અથડામણને કારણે સર્જાયેલી નાસભાગ બાદ અરાજકતાને નિયંત્રિત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક ‘મીડિયા ગિની’ના સમાચાર અનુસાર, “ફૂટબોલ ચાહકો આ કાર્યવાહીથી ગુસ્સે થઈ ગયા અને પથ્થર ફેંકવા લાગ્યા. આ કારણોસર સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.
મીડિયા ગિનીએ જણાવ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં બાળકો પણ સામેલ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.