લીલા વટાણાથી થતા નુકસાન જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

લીલા વટાણા ખાવાથી થઈ શકે છે આ 5 નુકસાન, આ 2 બીમારીમાં તો ખાવા જ નહીં
લીલા વટાણા શિયાળામાં ખૂબ મળે છે અને લોકો આખી સીઝન દરમિયાન લીલા વટાણા ભરપુર ખાય છે. પરંતુ વધારે પ્રમાણમાં અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં લીલા વટાણાા ખાવાથી નુકસાન થાય છે.

પ્રકારના લીલા શાકભાજી પણ માર્કેટમાં દેખાવા લાગ્યા છે. શિયાળામાં લીલા શાકભાજી સૌથી વધુ ખવાય છે. જેમાં સૌથી પહેલા આવે છે આ સિઝનમાં મળતા લીલા વટાણા. લીલા વટાણા અલગ અલગ વાનગીમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને નાના મોટા સૌ કોઈને તે ભાવે પણ છે. પરંતુ આ લીલા વટાણા તબિયત બગાડી પણ શકે છે.

- Advertisement -

ખાવા પીવાની વસ્તુનો પણ એક નિયમ હોય છે. કોઈપણ વસ્તુને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. લીલા વટાણા પણ આવું જ શાક છે. શિયાળામાં લોકો બે મોઢે લીલા વટાણા ખાવાનું પસંદ કરે છે પરંતુ લીલા વટાણામાં એવા તત્વ પણ હોય છે જે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લીલા વટાણા પૌષ્ટિક શાકભાજી છે પરંતુ વધારે માત્રામાં તેને ખાવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આજે તમને લીલા વટાણાથી થઈ શકે એવા પાંચ નુકસાન વિશે જણાવીએ. જો તમે પણ શિયાળામાં લીલા વટાણા વધારે પ્રમાણમાં ખાતા હોય તો આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો.

- Advertisement -

લીલા વટાણાથી થતા નુકસાન

પેટની સમસ્યા

- Advertisement -

લીલા વટાણા ફાઇબરથી ભરપૂર શાકભાજી છે. જો તમે રોજ વધારે માત્રામાં લીલા વટાણા ખાવ છો તો તેનાથી ગેસ, બ્લોટીંગ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

પાચન સંબંધિત સમસ્યા

લીલા વટાણામાં લેક્ટીન નામનું પ્રોટીન હોય છે. જેને વધારે માત્રામાં લેવાથી પાચન ક્રિયા પર નેગેટીવ અસર પડે છે. લીલા વટાણા વધારે ખાવામાં આવે તો પેટમાં દુખાવો, કબજિયાત અને એસિડિટી પણ થઈ શકે છે.

કિડની તકલીફ

લીલા વટાણામાં પ્યુરીનની માત્રા વધારે હોય છે. જે શરીરમાં યુરિક એસિડ વધારી શકે છે. જે લોકોને કિડની સ્ટોન કે પછી ગઠીયાની સમસ્યા હોય તેમના માટે લીલા વટાણા હાનિકારક સાબિત થઈ શકે છે.

દવાઓ સાથે સાઇડ ઇફેક્ટ

લીલા વટાણામાં કેટલાક એવા તત્વો પણ હોય છે જેને કોઈ દવા સાથે લેવામાં આવે તો તે આડઅસર પણ કરી શકે છે. તેથી જો તમે કોઈપણ પ્રકારની દવા લઈ રહ્યા હોય તો લીલા વટાણાનું સેવન ડોક્ટરને પૂછીને જ કરવું.

Share This Article