Schemes For Womens: 2024માં મહિલાઓ માટે આશીર્વાદ બની આ યોજનાઓ, દર મહિને મળી રહી છે કમાણી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

નવી દિલ્હી, શુક્રવાર
Schemes For Womens : મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. 2024 માં જાહેર કરવામાં આવેલી કેટલીક યોજનાઓએ મહિલાઓના જીવનમાં ફેરફાર લાવ્યો છે. આ યોજનાઓનો લાભ લઈ, મહિલાઓ આર્થિક રીતે મજબૂત બની રહી છે. આ રહી એવી ત્રણ મુખ્ય યોજનાઓની વિગતો, જે આ વર્ષે મહિલાઓ માટે આશીર્વાદ બની છે.

માઝી લાડકી બહિણ યોજના
મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનામાં મહિલાઓને મહિને રૂ. 1,500ની સહાય આપવામાં આવે છે.

- Advertisement -

આ યોજના માટે મહિલાઓની ઉંમર 21થી 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
વિવાહિત, અવિવાહિત, તલાકશુદા અને નિરાધાર મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
અરજી પ્રોસેસ ઓનલાઇન છે.

સુભદ્રા યોજના
ઓડિશા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો લક્ષ્ય ધરાવે છે.

- Advertisement -

મહિલાઓને દર વર્ષે રૂ. 10,000 બે હપ્તામાં આપવામાં આવે છે.
5 વર્ષ બાદ લાભાર્થી મહિલાઓને રૂ. 50,000ની રકમ મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર 21થી 60 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
રકમ સીધી જ મહિલાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને “સુભદ્રા ડેબિટ કાર્ડ” પણ આપવામાં આવે છે.

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ
આ યોજના મહિલા બચતને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવી છે.

- Advertisement -

મહિલાઓ આ યોજનામાં રૂ. 1,000થી 2 લાખ સુધીની રકમ જમા કરી શકે છે.
આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ મળે છે.
આ યોજનાનું પરિપક્વતા ગાળું 2 વર્ષ છે.
કોઇ પણ મહિલા આ યોજનામાં પોતાનું ખાતું ખોલાવી શકે છે અને ઉંચા વ્યાજ દરથી લાભ મેળવી શકે છે.
આ યોજનાઓએ મહિલાઓને માત્ર આર્થિક સહાય પૂરતી જ નહીં, પરંતુ જીવનમાં આત્મવિશ્વાસ પણ જગાવ્યો છે. 2024 ના વર્ષને મહિલાઓ માટે આપેલ આ યોજનાઓના કારણે વિકાસનું વર્ષ કહી શકાય છે.

Share This Article