આયુર્વેદ અનુસાર શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કફ અને વાત દોષમાં અસંતુલન થવાના કારણે થાય છે. આ દોષોને સંતુલિત કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કફ અને વાત દોષમાં અસંતુલન થવાના કારણે થાય છે. આ દોષના કારણે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે. કફ દોષના કારણે લોહીમાં ચરબી વધે છે અને વાત દોષને કારણે રક્ત પરિભ્રમણ ખોરવાય છે. આ દોષોને સંતુલિત કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ જડીબુટ્ટીઓમાં અર્જુનની છાલ, ગુગ્ગુલ, અળસી, આમળા અને લીલી ચાનો સમાવેશ થાય છે.
અર્જુનની છાલ
અર્જુનની છાલ હાર્ટ માટે સૌથી ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. અર્જુનની છાલનો પાવડર દૂધમાં ભેળવીને અથવા અર્જુનની છાલ વટીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
ગુગળ
ગુગળ એક અસરકારક આયુર્વેદિક વનસ્પતિ પણ છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરી શકાય છે.
અળસી
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. અળસીનું સેવન કરવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે. અળસીના પાવડરને હૂંફાળા પાણી અથવા દૂધમાં ઉમેરીને ખાઈ શકાય છે. અળસીને તમે મુખવાસની જેમ ચાવીને ખાઈ શકાય છે.
આમળા
આમળા વિટામિન સીનો સ્ત્રોત છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમળાનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે. આમળાને પણ અલગ અલગ રીતે ખાઈ શકાય છે.