મેગી લવર્સ જાણી લે કે હવે મેગી થશે મોંઘી, આ બ્રાન્ડની અન્ય પ્રોડક્ટ્સના પણ ભાવ વધશે

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

મેગી…એક એવી વસ્તુ જે લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે. પછી ભલે બાળકો હોય, વયસ્કો હોય કે વૃદ્ધો. દરેક વ્યક્તિ તેનો આનંદ લે છે. જ્યારે તમને થોડી ભૂખ લાગે ત્યારે ખાવા માટે મેગી બજારમાં સરળતાથી મળી જાય છે. તે પણ ઝડપથી તૈયાર થઈ જાય છે. જો તમે મેગી ખાવાના શોખીન છો તો એક સમાચાર તમને મુશ્કેલીમાં મુકી શકે છે. મેગી મેન્યુફેક્ચરિંગ કંપની નેસ્લે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે. મેગી ખાનાર દરેક વ્યક્તિ પર તેની અસર થશે.

વાસ્તવમાં મેગીની કિંમત વધી શકે છે. કંપની આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે. માનવામાં આવે છે કે વધેલી કિંમત 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો કંપનીનો આ નિર્ણય મેગી પ્રેમીઓ માટે નિરાશાજનક હોઈ શકે છે. કંપની કેટલો વધારો કરવાનો નિર્ણય લેશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

- Advertisement -

ભાવ કેમ વધશે?
સ્વિટ્ઝર્લેન્ડે ભારતનો પસંદગીનો દરજ્જો છીનવી લીધા બાદ આ મુદ્દો ઉભો થયો છે. હકીકતમાં, નેસ્લે વિરુદ્ધ કોર્ટના ચુકાદા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ભારતના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો સ્થગિત કરી દીધો છે. તેનાથી સ્વિટ્ઝર્લેન્ડમાં કાર્યરત ભારતીય કંપનીઓ પર ટેક્સનો બોજ વધશે. તેઓએ 1 જાન્યુઆરી, 2025થી વધુ ટેક્સ ચૂકવવો પડશે.

આ નિર્ણય ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેના ડબલ ટેક્સેશન એગ્રીમેન્ટ (DTAA)ની MFN જોગવાઈને સસ્પેન્ડ કરે છે. આ દરજ્જા હેઠળ દેશો એકબીજાને વેપારમાં વિશેષ છૂટ આપે છે. આ દરજ્જો રદ થતાં હવે ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે.

- Advertisement -

ભારતની સ્વિસ કંપનીઓને પણ અસર થશે
MFN સ્ટેટસ રદ થવાને કારણે સ્વિસ કંપનીઓએ પણ ભારતમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે. મેગીની પેરેન્ટ કંપની નેસ્લે સ્વિટ્ઝર્લેન્ડની છે. જ્યારે નેસ્લે વધુ ટેક્સ ચૂકવે છે, ત્યારે તેની અસર મેગી પર પણ પડશે. પરિણામે કંપનીએ મેગીની કિંમતમાં વધારો કરવો પડી શકે છે.

અન્ય ઉત્પાદનો પણ મોંઘા હોઈ શકે છે
મામલો માત્ર મેગી પર ખતમ નહીં થાય. ભારતમાં વેચાતી નેસ્લેની અન્ય પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે. આમાં નેસ્લેની ડેરી પ્રોડક્ટ્સ, કિટ કેટ ચોકલેટ, આઈસ્ક્રીમ, બેબી ફૂડ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોની કિંમત પણ વધી શકે છે.

- Advertisement -

ભાવ કેટલો વધશે?
MFN સ્ટેટસ સમાપ્ત થયા પછી, સ્વિસ કંપનીઓએ ભારતમાં 10 ટકા સુધીનો ડિવિડન્ડ ટેક્સ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ ટેક્સનો દર 5 ટકા હતો. ટેક્સની આ રકમ ચૂકવવા માટે કંપનીઓએ તેમનો નફો ઘટાડવો પડી શકે છે. ઉપરાંત, તેઓ મેગી સહિત અન્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરી શકે છે. જો કે હજુ સુધી ભાવ કેટલો વધશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી

Share This Article