Travel Tips : પહેલી વખત ફ્લાઈટમાં જઈ રહ્યા છો તો પૈસાની નહિ સમયની બચત જરુરી છે, જાણો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

જો તમે ફ્લાઈટની મુસાફરીને યાદગાર બનાવવા માંગો છો. તેમજ પહેલી વખત ફ્લાઈટની મુસાફરી કરી રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક જરુરી વાત વિશે જણાવીશું, જેને ફોલો કરવાથી તમારી યાત્રા સરળ રહેશે.

ફ્લાઈટમાં બેસી મુસાફરી કરવાનું સપનું દરેક લોકોનું હોય છે. આ મુસાફરી રોમાંચક હોવાની સાથે સાથે આરમદાયક પણ હોય છે. મુસાફરી થોડી મોંઘી રહી છે પરંતુ આ સાથે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું પણ જરુરી છે.

- Advertisement -

આજે અમે તમને કેટલીક એવી વાત જણાવીશું, જેનાથી તમને ફ્લાઈટની મુસાફરીમાં કોઈ સમસ્યા નહિ આવે. એરપોર્ટ પર લાંબી કતારોમાં ઊભા રહેવાનું ટાળવા માટે, ઘરેથી વેબ ચેક-ઇન કરો. આ પ્રક્રિયામાં તમે ઘરે બેઠા બેઠા સરળતાથી ઓનલાઈન ચેક ઈન કરી શકો છો. આવી સ્થિતિમાં તમને પરેશાની નહીં થાય અને સમય પણ બચશે. તમને આ સુવિધા એરલાઈનની વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા મળશે.

જો તમે ફ્લાઈટમાં પહેલી વખત મુસાફરી કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે, તમારી સાથે સામાન ઓછો હોય.ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે પાવર બેંક, છરી, કાતર, અન્ય તીક્ષ્ણ સાધનો સાથે ન રાખો. આ બધી વસ્તુઓ સાથે ફ્લાઇટમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ છે.

- Advertisement -

સૌથી મહત્વની વાત છે. ફ્લાઈટના સમયથી અંદાજે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવું. જો ઈન્ટરનેશનલ ફ્લાઈટ છે. તો તમારે 3 થી 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવું જોઈએ. કારણ કે,એરપોર્ટ પર ચેક ઈન અને લગેજ જમા કરાવવામાં પણ વધુ સમય લાગે છે. બીજું ઘરેથી નીકળતા એરપોર્ટ પહોંચવા સુધી રસ્તામાં ક્યારેક ટ્રાફિક સમસ્યા કરી શકે છે, એટલે જેટલું બને તેટલું વહેલું એરપોર્ટ પહોંચી જવું જોઈએ.

એરપોર્ટ પર જઈ રહ્યા છો તો જરુરી આઈડી પ્રુફ સાથે રાખો. જો પહેલી વખત જઈ રહ્યા છો અને ડર લાગી રહ્યો છે કે, ફ્લાઈટ કેવી રીતે શોધશું, તો ડરવાની જરુર નથી કારણ કે, એરપોર્ટ પર તમે સ્ટાફને તમામ વાતો પુછી શકો છો.

- Advertisement -

સામાન્ય રીતે, મોટાભાગના લોકો ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવે છે જેમાં તેઓ 15 કિલોની એક બેગ અને 7 કિલોની એક હેન્ડ બેગ લઈ શકે છે. જો કે, અલગ-અલગ એરલાઇન્સના નિયમો અલગ-અલગ હોઈ શકે છે, તેથી તમારી એરલાઇનના નિયમો ધ્યાનથી વાંચો. હવે જો કોઈ વ્યક્તિ નિર્ધારિત નિયમ કરતાં વધુ સામાન લઈ જાય તો તેને પ્રતિ કિલો વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે.

જો તમે પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા છો, તો તમારે તમારી સાથે કેટલીક મનોરંજન વસ્તુઓ રાખવી. હેડફોન, પુસ્તક પણ રાખી શકો છો. આમ કરવાથી તમને મુસાફરી દરમિયાન કંટાળો નહીં આવે.

 

Share This Article