આ સિઝનમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે તમારા ડાયટમાં ખજૂરનો સમાવેશ કરો. આ ડ્રાય ફ્રુટને શિયાળાનું ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે.
શિયાળામાં સ્વાસ્થને લઈ થોડી પણ લાપરવાહી તમને બીમાર કરી શકે છે. શિયાળાની ઋતુમાં તમે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે તમારી ડાયટમાં ખજૂરનો સમાવેશ કરી શકો છો. આ ડાયફ્રુટ્ને શિયાળાનું ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ,ફોસ્ફોરસ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે.
તેને ખાવાથી લોહી વધે છે અને હૃદય અને મગજને પણ શક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે ખજૂરને શિયાળાની ઋતુમાં તેને ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે અને આપણે દિવસમાં કેટલા ખજૂર ખાવા જોઈએ?
ખજૂર ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે કારણ કે, તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. તમે ખજૂરને ઘી સાથે પણ ખાય શકો છો. ખજૂરમાં નેચરલ શૂગર ભરપુર માત્રામાં હોય છે.
ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને થનારી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે.જો તમે તમારા વજનથી પરેશાન છો. તો ખજૂરનું સેવન કરો કારણ કે, તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદ કરે છે.
ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ. ખાલી પેટે પલાળેલા ખજૂર ખાવાથી તમે આખો દિવસ સ્ફુર્તિ મળશે. એક દિવસમાં તમે 3 થી 4 ખજૂર ખાય શકો છો.
ખજૂરનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે તેનું સેવન કરો.ખજૂર આયર્ન જેવા અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ પણ જોવા મળે છે.