પાછલાં કેટલાક સમયથી દુનિયાના કેટલાય દેશોમાં યુધ્ધો ચાલી રહ્યા છે.અને સ્થિતિ તે હદે પ્રવાહી છે કે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શું થશે તે અંગે હાલના સમયમાં કંઈ કહી શકાય તેમ નથી. આ દરમિયાન પાકિસ્તાન અમેરિકા પર નારાજ છે. પાકિસ્તાને મિસાઈલ ક્ષમતાને લઈને અમેરિકન અધિકારીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન થઈ શકે છે. અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન ફાઈનરે પાકિસ્તાન પર એવી મિસાઈલ વિકસાવવાનો આરોપ લગાવ્યો હતો જે દક્ષિણ એશિયા અને અમેરિકાની બહાર પણ નિશાન બનાવી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું નિવેદન
હકીકતમાં, પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ આરોપો ઐતિહાસિક તથ્યો અને તર્કથી પર છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે 1954થી સકારાત્મક સંબંધો છે અને આવા આરોપો આ સંબંધોને નબળા બનાવી શકે છે. પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા સામે તેનો ક્યારેય કોઈ ખરાબ ઈરાદો નહોતો અને આ હકીકત આજે પણ સાચી છે.
‘મહાન બલિદાન આપ્યું છે’
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને અમેરિકા સાથે પોતાના સંબંધો જાળવી રાખવા માટે ખૂબ બલિદાન આપ્યા છે. પરંતુ, અમેરિકન અધિકારીના આ નિવેદનથી પાકિસ્તાનને એક હરીફ દેશ ગણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અસ્વીકાર્ય છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે આ ચિંતાઓ અન્ય કોઈના કહેવા પર ઉભી કરવામાં આવી હતી જેથી આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન અસ્થિર થાય.
‘અધિકારીઓની ચિંતા માત્ર પાકિસ્તાન સુધી જ છે’
એટલું જ નહીં, આડકતરી રીતે ભારતના મિસાઈલ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા પાકિસ્તાને કહ્યું કે અમેરિકન અધિકારીઓની ચિંતા માત્ર પાકિસ્તાન પૂરતી જ સીમિત છે, જ્યારે તેની મિસાઈલ ક્ષમતા માત્ર સ્વરક્ષણ અને પ્રાદેશિક શાંતિ માટે છે. પાકિસ્તાને એ પણ સ્પષ્ટ કર્યું કે તે તેની વ્યૂહાત્મક ક્ષમતાઓ વિકસાવવાના અધિકાર સાથે કોઈ સમજૂતી નહીં કરે.
જો કે, પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તે સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા સંબંધિત તમામ મુદ્દાઓ પર અમેરિકા સાથે રચનાત્મક વાતચીત માટે તૈયાર છે. તેમણે લાંબા સમયથી ચાલતા સહકાર અને પરસ્પર સમજણને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. પાકિસ્તાનના આ નિવેદનને લઈને નિષ્ણાતોમાં ચર્ચા છે કે રોટલી માટે તડપતા પાકિસ્તાન અમેરિકાને આ રીતે કેવી રીતે જવાબ આપી શકે છે. આખરે તે કોના આધારે આવો જવાબ આપી રહ્યો છે