ગુરુગ્રામમાંથી 21 સાયબર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી જેઓની ઉપર રૂ. 125 કરોડની છેતરપિંડી કરવાના આરોપો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

ગુરુગ્રામ, 23 ડિસેમ્બર: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં 21 કથિત સાયબર છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર દેશભરના લોકોને 125 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ગુરુગ્રામ સાયબર પોલીસે સોમવારે આ જાણકારી આપી.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (સાયબર) પ્રિયાંશુ દિવાને જણાવ્યું હતું કે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના ડેટાની સમીક્ષા કર્યા બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસે તેમની પાસેથી 16 મોબાઈલ ફોન અને સાત સિમ કાર્ડ કબજે કર્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ કથિત રીતે કુરિયર કંપનીઓના નકલી અધિકારીઓ તરીકે બતાવીને છેતરપિંડી કરી હતી.

- Advertisement -

તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.

Share This Article