Call Recording : શું તમે અજાણતા સાયબર ક્રાઈમ કરી રહ્યા છો? આ આદતો સુધારો નહીંતર જેલમાં જશો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Call Recording: એવા ઘણા લોકો છે જેઓ સામેની વ્યક્તિ સાથે વાત કરતી વખતે દરેક કોલ રેકોર્ડ કરે છે, પરંતુ 90 ટકા લોકો નથી જાણતા કે આમ કરવાથી જેલ પણ થઈ શકે છે. ચોંકી ગયા ને.. પરંતુ તે સાચું છે. જાણ્યે-અજાણ્યે તમે પણ અન્ય લોકો સાથે સાયબર ક્રાઇમ કરી રહ્યા છો અને તમને તેની જાણ પણ નથી. આવો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે તમારી જાતને ફસાવવાથી બચાવી શકો છો.

આપણે બધા એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે કોલ અને મેસેજનો સહારો લઈએ છીએ. ઘણા લોકોને કોલ શરૂ થતાં જ રેકોર્ડિંગ બટન દબાવવાની આદત હોય છે. જેના કારણે આખો કોલ રેકોર્ડ થઈ જાય છે. પરંતુ 90 ટકા લોકો પાસે સાચી માહિતી પણ નથી કે તેઓ જાણ્યે-અજાણ્યે અન્ય લોકો સાથે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે.

- Advertisement -

જો તમે અન્ય લોકો સાથે વાત કરતી વખતે પણ કોલ રેકોર્ડ કરો છો તો તમારે જેલ પણ જવું પડી શકે છે. જો તમે અન્ય વ્યક્તિની પરવાનગી લીધા વિના કૉલ રેકોર્ડ કરો છો તો આમ કરવું ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે પકડાઈ જાવ તો પોલીસ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે.

મોટા ભાગના નવા સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ છે પરંતુ કોઈ પણ વ્યક્તિ કોલ રેકોર્ડિંગ બટન દબાવતાની સાથે જ અન્ય વ્યક્તિને અવાજ સંભળાય છે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આ અવાજ સાંભળીને બીજા છેડે આવેલા વ્યક્તિને ખબર પડી જાય છે કે તમે કોલ રેકોર્ડ કરી રહ્યા છો.

- Advertisement -

જેલમાં જશે : ઘણા જૂના ફોન છે, જેમાં આ અવાજ સંભળાતો નથી, જો તમે નવા જમાનાના ફોનમાં આ અવાજને બંધ કરવાનો રસ્તો શોધી કાઢો તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોઈની પરવાનગી વગર કોલ રેકોર્ડ કરવાને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. જો તમે આમ કરતા પકડાઈ જાવ તો રિપોર્ટ્સનું માનીએ તો તમારે જેલ જવું પડી શકે છે અને તમને સજા પણ થઈ શકે છે.

ભારતમાં ફોન કોલ રેકોર્ડિંગ માટે હાલમાં કોઈ ચોક્કસ કાયદો નથી. કોલ રેકોર્ડિંગ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને ઈન્ડિયન પીનલ કોડ 1860 સહિત વિવિધ કાયદાઓ અને ન્યાયિક અર્થઘટનમાં વિવિધ જોગવાઈઓ દ્વારા નિર્ધારિત છે.

- Advertisement -
Share This Article