Phone Tips : Instagram પર સસ્પેન્ડ થયેલા અકાઉન્ટને કેવી રીતે કરશો રિકવર ? જાણો સરળ ટ્રિક

Arati Parmar
By Arati Parmar 3 Min Read

જો તમારું Instagram એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય તો ચિંતા કરશો નહીં. એકાઉન્ટ રિકવર કરવાની આ સૌથી સરળ રીત છે. આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ આ સ્ટેપ્સ ફોલો કરો. આ પછી, તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલાની જેમ ચાલવાનું શરૂ થશે અને કોઈ સમસ્યા નહીં રહે.

ઘણી વખત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય છે. પરંતુ તમને એ પણ ખબર નથી કે તેને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, એકાઉન્ટ કેવી રીતે પાછુ મેળવવું તે સમજાતુ નથી. જો તમારું કે તમારા કોઈ મિત્રનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય તો તમારે તેને ઠીક કરવા માટે ઈન્સ્ટાગ્રામને અપીલ કરવી પડશે. આ વિકલ્પ તમને ફક્ત Instagram પર બતાવવામાં આવે છે. અહીં અમે તમને જણાવીશું કે એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર શું કરવું જોઈએ. તેમજ કેટલા દિવસ પછી એકાઉન્ટ પાછુ ચાલુ થઈ જાય છે, ચાલો સમજીએ

- Advertisement -

જ્યારે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારે તમારી સ્ક્રીન પર વેરિફિકેશન પ્રોસેસ દેખાય છે. આ માટે તમારે તમારું આઈડી પ્રૂફ અને ફોટો અહીં સબમિટ કરવાનો રહેશે. આ માટે, જે નંબરથી એકાઉન્ટ બનાવ્યું હતું તે નંબર પણ દાખલ કરવો પડશે. તમારા નંબર પર મળેલ OTP ભરવાનો કહેશે અને Done પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમને એક મેલ આવશે. તમને મેલમાં એક ફોર્મ મોકલવામાં આવે છે. પરંતુ જો તમને મેઈલ ન મળ્યો હોય તો તમે તે મેઈલ જાતે ભરી શકો છો. એકાઉન્ટ પાછુ મેળવવા માટે, તમારે અકાઉન્ટ બંધ થયાના 180 દિવસની અંદર Instagram પર અપીલ કરવી પડશે.

- Advertisement -

અપીલ કરવા માટે, તમારે Instagram ના હેલ્પ સેન્ટર પર જવું પડશે. હેલ્પ સેન્ટર પર ગયા પછી, “My account suspended” પર ક્લિક કરો આ એક ફોર્મ લિંક છે. તેને ખોલો અને કાળજીપૂર્વક ભરો.

આ ફોર્મમાં તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે. આમાં, તમારે સૌથી પહેલા યુઝરને રિઝન આપવાનું રહેશે કે જ્યાંથી તમને લાગે છે કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોટી રીતે સસપેન્ડ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ફોર્મને કાળજીપૂર્વક અને યોગ્ય રીતે ભરો, તેના આધારે એકાઉન્ટ પાછુ મેળવી શકાય છે. આ ફોર્મમાં તમારે સાબિત કરવું પડશે કે તમે ઇન્સ્ટાગ્રામના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું નથી.

એકવાર અપીલ સબમિટ થઈ જાય, પછી Instagram રિપ્લાય માટે રાહ જુઓ. જો તમને લાગે છે કે એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ થઈ ગયું છે, તો તમે Instagram તેને પાછુ ચાલુ કરી શકે છે.

Share This Article