ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે.
બનાસ એફપીસીની યાત્રા એવું ઉદાહરણ પૂરું પાડે છે કે, કેવી રીતે ખેડૂત જૂથો ગ્રામીણ પરિવર્તન, સર્વસમાવેશક વૃદ્ધિ અને ખેડૂત સશક્તીકરણને આગળ વધારી શકે છે. તેની સફળતા કૃષિને મજબૂત કરવા અને મજબૂત કૃષિ સમુદાયોના નિર્માણ માટે એક ઉદાહરણની ગરજ સારે છે. તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસિસ દ્વારા એફપીઓ ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત ‘એફપીઓ ઇમ્પેક્ટ એવોર્ડ 2024’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા વધારવામાં બનાસ એફપીસીની પરિવર્તનકારી ભૂમિકાને ઉજાગર છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિકાસની પહેલના ભાગરૂપે એપ્રિલ 2016માં શરૂ કરાયેલી બનાસ એફપીસી સિંચાઈ, યાંત્રિકીકરણ, ટકાઉ ખેતી અને બજારની પહોંચ સહિતના કૃષિ ક્ષેત્રના નિર્ણાયક પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. આ એફપીસી ખેડૂતોને વેલ્યૂ ચેઇનમાં ઉચ્ચતમ કિંમતો મેળવવા માટે, વધુ સારી કિંમતો સુનિશ્ચિત કરવા, સમયસર પેમેન્ટ મેળવવા અને સરળતાથી કૃષિ સંબંધિક સહાય મેળવવા માટે સમર્થ બનાવે છે. તેના ચેરમેન અને જીરુના ખેડૂત શ્રી કરસનભાઈ જાડેજા બનાસની વૃદ્ધિની સફરમાં આગેવાનની ભૂમિકામાં છે. તેઓ આગામી દાયકામાં બનાસ એફપીસી રૂ. 100 કરોડનું ટર્નઓવર હાંસલ કરતી સંસ્થા બને તેવી ઇચ્છા રાખે છે. પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય લાવવાની સાથે સાથે તેની પોતાની રિટેલ બ્રાન્ડ ‘ચોરાડ’ સ્થાપિત કરવા અને આગામી પાંચ વર્ષમાં જીરુના નિકાસ બજારમાં પ્રવેશવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે.
બનાસ એફપીસી 2100થી વધુ શેરધારકો (400થી વધુ મહિલાઓ સહિત) અને રૂ. 30 લાખની પેઇડ-અપ ઇક્વિટી સાથે નાણાકીય વર્ષ 2023-24માં મુખ્યત્વે જીરું, એરંડા અને અન્ય ઉત્પાદનોના વેચાણ અને પ્રોસેસિંગ થકી રૂ.7.4 કરોડની આવક હાંસલ કરી હતી, તેમાં કૃષિ વિષયક સહાયની સાથે ખેડૂતોને કૃષિને લગતા સાધનો ભાડે આપીને, ડ્રોનથી સ્પ્રે કરીને, ખેતરની માટીનું ટેસ્ટિંગ કરીને તથા આઇઓટી સાધનોનો ઉપયોગ કરીને કૃષિ વિષયક સ્થાનિક માહિતી જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2018-19માં શરૂ થયેલો તેનો જીરુ પ્રોસેસિંગ બિઝનેસ રૂ.8 લાખથી વધીને રૂ. 3.25 કરોડનો થયો છે અને તે ખેડૂતોને સ્થાનિક વેપારીઓ કરતાં સારા ભાવ આપે છે. ખેડૂતોને ખાતરીપૂર્વકની ચૂકવણી, પારદર્શક વજન અને પરવડે તેવી ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ મળવાથી ફાયદો થાય છે અને તેનાથી ઉપજમાં 30 ટકાનો વધારો થાય છે.
બનાસ એફપીસીને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટેકનિકલ માર્ગદર્શન, જોડાણો અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી અને હવે તે આ પ્રદેશમાં અન્ય છ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીઓ માટે માર્ગદર્શકની ભૂમિકામાં પરિવર્તિત થઈ છે, તે તેમને બજાર જોડાણો, સંચાલન અને કામગીરીમાં મદદ કરે છે. નાબાર્ડના એફપીસી પ્રમોશન પ્રોગ્રામ હેઠળ આમાંથી બે એફપીસીને બનાસ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. બનાસ અને આ છ એફપીસી હવે સાથે મળીને એક ફેડરેશન બનાવી રહી છે, જે 100 ગામડાઓમાં 4,000થી વધુ ખેડૂતોને સામૂહિક રીતે મદદ કરે છે, નાણાકીય વર્ષ 2023-24માં તેમનું સંયુક્ત ટર્નઓવર રૂ.23 કરોડ થવા જાય છે. બનાસ દ્વારા માર્ગદર્શન પામેલી એફપીસીને ખેડૂતોના સશક્તીકરણ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ સન્માનિત કરવામાં આવી છે.
બનાસ તેના ફાર્મર્સ ડેટાબેઝ અને પોઈન્ટ-ઓફ-સેલ સિસ્ટમને ડિજિટાઈઝ કરીને ખેડૂતોને સમયસર, જરૂર મુજબની વ્યક્તિગત સલાહ માટે કૃષિ વિષયક પરિસ્થિતિઓની રિયલ ટાઇમ માહિતી પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ મસાલાના ખેડૂતોની ઉપજને સુનિશ્ચિત કરતી બંડલ્ડ કસ્ટમ-મેઇડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ સાથે સેટેલાઇટ આધારિત એગ્રો એડવાઇઝરી આપવા માટે એગ્રી-ટેક સ્ટાર્ટ-અપ સાથે પણ જોડાણ કર્યું છે.
બનાસ એફપીસીની સફર એક શક્તિશાળી ઉદાહરણ છે કે કેવી રીતે ખેડૂત સમૂહો ગ્રામીણ અર્થવ્યવસ્થાને પરિવર્તિત કરી શકે છે, સર્વસમાવેશક વિકાસ સંચાલિત કરી શકે છે અને ખેડૂતોને તેમના પોતાના ભવિષ્યને તૈયાર કરવા સક્ષમ બનાવી શકે છે.
ખેડૂત સમુદાયના સન્માન માટે દર વર્ષે 23મી ડિસેમ્બરે ઉજવાતા આ કિસાન દિવસ નિમિત્તે ફાર્મર્સ પ્રોડ્યૂસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓસ)ના સમર્પિત સમર્થન અને માર્ગદર્શન દ્વારા ખેડૂતોને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન નાના ખેડૂતો અને ખેડૂત સમુદાયોને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.