How to Get Canadian Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

Arati Parmar
By Arati Parmar 1 Min Read

How to Get Canadian Citizenship: શું તમે જાણો છો કે કેનેડામાં નાગરિકતા કેવી રીતે મેળવવી. અહીં તમારા માટે આ માટે જાણકારી આપવામાં આવી છે. કેનેડાની નાગરિકતા મેળવવા માંગતા દરેક લોકોએ એક વાર આ વાત જાણી લેવી જરૂરી છે.

કેનેડિયન નાગરિક બનવા માટે તમારી પાસે કેનેડામાં કાયમી રહેઠાણ હોવું આવશ્યક છે. આ સાથે તમારી પાસે અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં બોલવાની અને સાંભળવાની સારી કુશળતા હોવી જોઈએ.

- Advertisement -

અરજી કરતા પહેલા છેલ્લા 5માંથી 3 વર્ષ કેનેડામાં રહેતા હોવા જોઈએ. ઉપરાંત, તમારા માટે આ ત્રણ વર્ષ દરમિયાન કેનેડામાં Tax ચૂકવવો જરૂરી છે.

જો આવું ન થાય તો તમને નાગરિકતા માટે લાયક ગણવામાં આવશે નહીં. તેથી નાગરિકતા મેળવવા આવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે.

- Advertisement -

નાગરિકતા મેળવવા માટે, અરજદારે સીટીઝનશીપ ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે. આ પરીક્ષણ દરમિયાન અરજદારને કેનેડિયન નાગરિકોની જવાબદારીઓ અને અધિકારો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે.

જો તમે પણ કેનેડાની નાગરિકતા મેળવવા માંગતા હો, તો તમે canada.ca વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

- Advertisement -
Share This Article