Exchange Traded Funds શું છે, અને તે કેવી રીતે કાર્ય કરે છે?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Exchange Traded Funds : બજારમાં રોકાણ માટે ઘણા આકર્ષક વિકલ્પો છે. લોકો આ વિકલ્પો વચ્ચે મૂંઝવણમાં છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કે સીધું સ્ટોક્સમાં. જો આ બે વિકલ્પોમાંથી કોઈને પસંદ કરવાનું હોય તો લોકોની મૂંઝવણ વધુ વધે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને જે વળતર મળશે તે ફંડ મેનેજરના જ્ઞાન અને બજારની વધઘટ પર આધારિત છે.

જો તમે શેરોમાં રોકાણ કરો છો, તો તેનો અર્થ એ છે કે સારા શેરોની પસંદગીમાં તણાવ રહેશે. આ તણાવને દૂર કરવા માટે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ETF માં, તમે એક સ્ટોકમાં નહીં પરંતુ શેરબજારના ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોના સમૂહમાં નાણાંનું રોકાણ કરશો. ETFs સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરની જેમ વેપાર કરે છે.

- Advertisement -

ETF એ એક નિષ્ક્રિય રોકાણ છે જે એક ઇન્ડેક્સ, સેક્ટર, થીમ અથવા કોમોડિટીમાં રોકાણ કરે છે. જ્યારે તમે ETFનું યુનિટ ખરીદો છો, ત્યારે તમે તેની સાથે જોડાયેલા ઈન્ડેક્સમાં રોકાણ કરો છો. જે લોકો શેરબજારમાં સીધું રોકાણ કરવાથી ડરતા હોય પરંતુ બજારની તેજીનો લાભ લેવા માંગતા હોય તેમના માટે ETF રોકાણનો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ઇક્વિટી સંબંધિત રોકાણોમાં, નિષ્ણાતો રોકાણકારો સમય પર વિશેષ ભાર મૂકે છે. જો તમે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે,ETFમાં રોકાણ કરવા માંગો છો તો આ રોકાણ ક્યારે કરવું જોઈએ ? જેને ખરીદવાનો અને વહેચવાનો કોઈ વિશેષ સમય હોતો નથી.

- Advertisement -

ETFમાં રોકાણ કરવાનો યોગ્ય સમય શું છે ?

તમે જેટલો લાંબા સમય સુધી રોકાણ કરશો. તમને રોકાણ સાથે જોડાયેલું જોખમ એટલું જ ઓછું થઈ શકે છે. જો તમે 5-10 વર્ષ જેવા લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. તો તમને જોખમ ઓછું રહેશે. જો તમે 2 થી 3 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો. તો સમજી વિચારીને પગલું ભરશો. આ રોકાણ માટે એક વિશેષ સેક્ટર આધારિત ETF પસંદ કરી શકો છો. હાલના સમયમાં પ્રદુષણની વધતી સમસ્યા જોઈને સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)ને પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે તમે EV આધારિત ETFમાં રોકાણ કરવું બેસ્ટ ઓપ્સન સાબિત થઈ શકે છે.

- Advertisement -

ત્યારબાદ જોમાર્કેટમાં ઘટાડો થાય તો રોકાણ વધારી શકાય છે. જેનાથી તમને રોકાણની એવરેજિંગ એટલે કે, સરેરાશમાં સુધારો કરશે. જો એવું લાગી રહ્યું છે કે, માર્કેટ ટોચ પર છે તો પછી રોકાણમાંથી બહાર નીકળી શકો છો. ETF ક્યારે ખરીદવું અને વેચવું, રોકાણ કરવા સલાહકારની સલાહ લેવી વધુ સારી રહેશે.

Share This Article