Adani Wilmar : અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, આ કંપનીમાં સંપૂર્ણ હિસ્સો વેચાશે.

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Adani Wilmar: લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે અદાણી ગ્રુપ અદાણી આ કંપનીમાં તેનો હિસ્સો વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે આ બાબતને પણ મંજૂરી આપવામાં આવી હતી.

એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે અદાણી વિલ્મર લિમિટેડમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપ તેનું વેચાણ બે તબક્કામાં પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે, અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો કુલ હિસ્સો 44 ટકા છે.

- Advertisement -

પ્રથમ તબક્કામાં, અદાણી ગ્રુપ તેનો હિસ્સો વિલ્મર ઈન્ટરનેશનલની સંપૂર્ણ માલિકીની કંપની Lence Pte Lteને વેચશે. તે જ સમયે, આંશિક વેચાણ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

કંપનીએ એક્સ્ચેન્જને જણાવ્યું છે કે 30 ડિસેમ્બરે હસ્તાક્ષર કરાયેલા સોદા મુજબ, Lence Pte Lte અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી કોમોડિટી LLP (ACL) નો 31.06 ટકા હિસ્સો ખરીદશે. આ ટ્રાન્સફર કોલ અથવા પુટ ઓપ્શન મિકેનિઝમ દ્વારા કરવામાં આવશે.

- Advertisement -

તે જ સમયે, 13 ટકા હિસ્સાનું વેચાણ લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સોમવારે અને 30 ડિસેમ્બરના રોજ બજાર બંધ થવાના સમયે અદાણી વિલ્મરના શેરની કિંમત BSEમાં રૂ. 329.50ના સ્તરે હતી. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 46 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે 7 ટકા વધીને રૂ. 2593.45ના સ્તરે હતા.

આ વેચાણ પૂર્ણ થયા બાદ અદાણી કોમોડિટી દ્વારા નોમિનેટ કરાયેલા ડિરેક્ટરોએ MMCG કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવું પડશે. સાથે જ કંપનીનું નામ પણ બદલાશે. નવું નામ AWL એગ્રી બિઝનેસ લિમિટેડ, ફોર્ચ્યુન એગ્રી બિઝનેસ લિમિટેડ વગેરે હોઈ શકે છે. નામને મંત્રાલયની મંજૂરી પણ લેવી પડશે.

- Advertisement -
Share This Article