Lupe Fiasco in Johns Hopkins University: અમેરિકાની ટોપ યુનિવર્સિટીમાં હવે સંગીતના ક, ખ, ગ શીખવવા માટે પ્રખ્યાત રેપરને પ્રોફેસર બનાવવામાં આવ્યો છે. હકીકતમાં, ગ્રેમી એવોર્ડ વિજેતા રેપર લુપ ફિયાસ્કોને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના પીબોડી ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં ચાર વર્ષનો નવો ‘હિપ-હોપ’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે શિક્ષણની જવાબદારી લ્યુપ ફિયાસ્કોને સોંપવામાં આવી છે. આ કોર્સ પાનખર 2025 માં શરૂ થવાનો છે.
આ પ્રોગ્રામ સંગીત કલા ને ઉદ્યોગ અને વ્યાવસાયિક કુશળતાઓ સાથે જોડે છે. ફિયાસ્કોને તેમના શ્રેષ્ઠ ગીતો માટે ઓળખવામાં આવે છે. તેઓ પોતાના રેપ દ્વારા લોકો ને જાગૃતિ દર્શાવતો સંદેશો પણ આપે છે. તેમણે મસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માં પણ રેપ કોર્સ શીખવ્યો છે. ફિયાસ્કોએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને નવા પ્રોગ્રામના પ્રમુખ વેન્ડેલ પેટ્રિકનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ વિઝિટિંગ પ્રોફેસર તરીકે પેબોડી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માટે ઉત્સાહિત છે.
કોણ છે રેપર લ્યુપ ફિયાસ્કો?
લ્યુપ ફિયાસ્કોનો જન્મ 17 ફેબ્રુઆરી, 1982ના રોજ શિકાગોમાં થયો હતો અને તેમનું અસલી નામ વસલુ મુહમ્મદ જેકો છે. હિપ-હોપની દુનિયામાં તે એક મોટું નામ છે. 2006માં રિલીઝ થયેલ તેમનું પહેલું આલ્બમ ‘ફૂડ એન્ડ લિકર’ તેમને ઘણી ખ્યાતિ અપાવી અને તેઓ ઘણી વખત ગ્રેમી માટે નોમિનેટ થયા. 2008માં તેમને ‘ડેડ્રીમિન’ ગીત માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ‘ધ કૂલ’ અને ‘લેઝર્સ’ જેવા તેમના અન્ય આલ્બમ્સે તેમને રેપના સૌથી પ્રભાવશાળી કલાકારોમાં સ્થાન અપાવ્યું છે.
વિશ્વભરમાં તેમના લાખો ચાહકો છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના છ લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે. લ્યુપ ફિયાસ્કો માત્ર રેપર જ નહીં પણ એક શિક્ષક પણ છે. 2022-2023 માં, તેમણે એમએલકે વિઝિટિંગ પ્રોફેસર અને સ્કોલર પ્રોગ્રામના ભાગ રૂપે MIT ખાતે રેપ કોર્સ શીખવ્યો. તેઓ સંગીત અને શિક્ષણ બંને ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. આ નવો કાર્યક્રમ યુવા કલાકારો માટે ઉત્તમ તક બની રહેશે. વિદ્યાર્થીઓ ફિયાસ્કોમાંથી સંગીત અને બિઝનેસ બંનેની ટ્રિક્સ શીખી શકશે. ફિયાસ્કો વિદ્યાર્થીઓને તેમના અનુભવોથી શું શીખવે છે તે જોવું રસપ્રદ રહેશે.