બેંગલુરુ, 7 જાન્યુઆરી: ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ ભારતમાં ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે $3 બિલિયનનું રોકાણ કરશે.
કંપનીના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સત્ય નડેલાએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ રહી છે અને અમે તેને લઈને ઉત્સાહિત છીએ.
નડેલાએ જણાવ્યું હતું કે, “હું ભારતમાં અમારા અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છું, અમારી Azure ક્ષમતાઓને વિસ્તારવા માટે વધારાના US$3 બિલિયનનું રોકાણ કરી રહ્યો છું.”
તેમણે કહ્યું કે કંપની ભારતમાં ઘણું પ્રાદેશિક વિસ્તરણ કરી રહી છે.