Trading Suspended : અંબાણીના રિલાયન્સ સહિત 5 શેરનું ટ્રેડિંગ સસ્પેન્ડ, રોકાણકારોનું રોકાણ અટકાયું

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Trading Suspended : શેરબજારમાં કંઈ પણ સ્થિર નથી. માર્કેટમાં લિસ્ટેડ કેટલાક શેરોએ ઓછા સમયમાં કરોડપતિ બનાવી દીધા છે તો કેટલાકને ગરીબ બનાવી દીધા છે. આજે અમે તમને કેટલાક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે તેમના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે, પરંતુ આ દિવસોમાં તેમનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડનો શેર રૂ. 1.88 પર બંધ થયો હતો. છેલ્લે 6 જાન્યુઆરીએ તેનું ટ્રેડિંગ થયું હતું. પાંચ વર્ષમાં તેનું વળતર 122% છે.

- Advertisement -

ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરનું ટ્રેડિંગ આ દિવસોમાં બંધ છે. તેની છેલ્લી ટ્રેડિંગ કિંમત 1236.45 રૂપિયા હતી. ગયા મહિનાથી તેનું ટ્રેડિંગ બંધ છે. કંપનીના શેરે વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું.

બ્રાઇટકોમ ગ્રૂપ લિમિટેડના શેરનું છેલ્લે ગયા વર્ષે 30 ડિસેમ્બરે ટ્રેડિંગ થયું હતું. આ દિવસે આ શેર રૂ. 10.28 પર બંધ થયો હતો. આ સ્ટોક પાંચ વર્ષમાં 295% વધ્યો છે.

- Advertisement -

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલનો શેર રૂ.11.79 પર બંધ થયો હતો. હાલમાં, નાદારીની પ્રક્રિયામાંથી પસાર થવાને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી તેમાં ટ્રેડિંગ બંધ છે.

નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી Jaypee Infratech Limitedના શેરનું ટ્રેડિંગ આ દિવસોમાં બંધ છે. તેની છેલ્લી ટ્રેડિંગ કિંમત રૂ 1.27 છે.

- Advertisement -
Share This Article