Digital India Recruitment 2025: ડિઝિટલ ઇન્ડિયા કોર્પોરેશન (DIC)માં નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે પણ આ જગ્યાઓ પર સંબંધિત લાયકાત ધરાવો છો, તો ડિઝિટલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ digitalindia.gov.in પર જઈને અરજી કરી શકો છો. આ માટે ડિઝિટલ ઇન્ડિયાએ એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવ, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર/આઈટી એક્ઝિક્યુટિવ અને રિસેપ્શનિસ્ટ/ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.
ડિઝિટલ ઇન્ડિયા ભરતી 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતીના માધ્યમથી કુલ 3 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જો તમે પણ અહીં કામ કરવાનું વિચારી રહ્યાં છો તો, 20 જાન્યુઆરી સુધી અથવા તે પહેલાં અરજી કરી શકો છો. આ જગ્યાઓ માટે અરજી કરતા પહેલાં નીચે આપવામાં આવેલી બાબતો ધ્યાનથી વાંચો.
આ જગ્યાઓ પર થશે ભરતી
એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવ – 01 પોસ્ટ
સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર/આઈટી એક્ઝિક્યુટિવ – 01 પોસ્ટ
રિસેપ્શનિસ્ટ/ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ – 01 પોસ્ટ
કુલ પોસ્ટની સંખ્યા: 03 પોસ્ટ
ભરતી માટેની લાયકાત
એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવ: ઉમેદવારો પાસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઓફિસ મેનેજમેન્ટ અથવા સમકક્ષમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ, એડમિન એક્ઝિક્યુટિવ અથવા સમાન ભૂમિકામાં 4-6 વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર/આઈટી એક્ઝિક્યુટિવ: ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, IT એક્ઝિક્યુટિવમાં 4-6 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
રિસેપ્શનિસ્ટ/ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ: રિસેપ્શનિસ્ટ, ફ્રન્ટ ઑફિસ એક્ઝિક્યુટિવ તરીકે 3-5 વર્ષનો કાર્ય અનુભવ સાથે ફ્રન્ટ ડેસ્ક મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ ડિગ્રી, ડિપ્લોમા અથવા સમકક્ષ લાયકાત.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને તેમની લાયકાત, ઉંમર, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને સંબંધિત અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. માત્ર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
અન્ય માહિતી
DIC ભરતી 2025 ની સત્તાવાર સૂચના અનુસાર, પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં DICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અરજીના અન્ય કોઈ માધ્યમો માન્ય રહેશે નહીં.