સુઝુકી મોટર્સ, NDDBના 26% શેર્સ ખરીદી કાર માટે ગાયના ગોબરથી બાયોગેસ બનાવશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

NDDB Mrida Partners With Suzuki Motors: નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(એનડીડીબી)ના બાયોગેસના પ્લાન્ટ સાહસ મૃદાનો 26 ટકા હિસ્સો સુઝુકી મોટર્સ કૉર્પોરેશન હસ્તગત કરશે. આ બાયોગેસ પ્લાન્ટ વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા કોમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન કરશે. જેથી ઓછા પ્રદુષણ સાથે વાહનો રસ્તા પર દોડશે. ઉલ્લેખનીય છે, સુઝુકી મોટર્સ એનડીડીબી મૃદા લિ.માં 49 ટકા હિસ્સો ખરીદવા માગતી હતી, પરંતુ કેન્દ્ર સરકારે માત્ર 26 ટકા શેર્સ ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે.

સુઝુકી બાયોગેસના ચાર પ્લાન્ટ બનાવશે

- Advertisement -

સુઝુકી મોટર્સે બાયોગેસના ચાર પ્લાન્ટ બનાવવામાં રસ દાખવ્યો છે. પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા વાહનો તૈયાર કરવા માટે સીબીજી અને સીએનજી શ્રેષ્ઠ હોવાનું સુઝુકી મોટર્સનું માનવું છે. ગાયના ગોબરમાંથી સીબીજી બનાવવું લાભદાયી છે. તેનાથી વાહનનું પરફોર્મન્સ પણ સારું રહે છે. સુઝુકી મોટર્સ એનડીડીબીનો 26 ટકા શેર હિસ્સો લેવા તત્પર હોવાનો નિર્દેશ એનડીડીબીના સૂત્રોએ આપ્યો છે.

સુઝુકી મોટર્સની સો ટકા સબસીડીયરી સુઝુકી રિસર્ચ ઍન્ડ ડેવલમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડે આ અગાઉ બનાસ ડેરી સાથે ગોબરમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે. એનડીડીબી મૃદા લિ.ના 26 ટકા શેર્સ સુઝુકી પાસે જ્યારે બાકીના 74 ટકા શેર્સ એનડીડીબીને હસ્તગત જ રહેશે. 26 ટકા શેર્સ ખરીદવા માટે કિંમત હવે પછી નક્કી થશે. આગામી સમયમાં સુઝુકી તેમાં હિસ્સો વધારશે.

- Advertisement -

સીબીજી પુરવઠામાં વધારો કરવાનો ઉદ્દેશ

ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારમાંના ગ્રામીણ જગતમાં એનડીડીબીના વર્ચસ્વનો લાભ પણ સુઝુકી મોટર્સને મળશે. મારૂતિ સુઝુકીના ગેસથી ચાલતા વાહનો જે વિસ્તારમાં મોટી સંખ્યામાં છે તે સંખ્યામાં સીબીજી ઉપલબ્ધ કરાવવા અને પુરવઠામાં વધારોના ઉદ્દેશ સાથે બનાસ ડેરી સાથે પણ બાયોગેસ પ્લાન્ટનું સંચાલન કરે છે. જેના માટે પર્યાપ્ત ફંડિંગ પણ કર્યું છે.

- Advertisement -

ગુજરાતમાં 100 ગોબર ગેસ પ્લાન્ટ બનાવાશે

બનાસકાંઠા ઉપરાંત ધાનેરા, વડગામ અને દિયોદર, ડિસા અને થરાદમાં પણ બાયોગેસના પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રકારના અંદાજે 100 ગોબર ગેસ પ્લાન્ટ ગુજરાતમાં નાખવાનું આયોજન કરવામાં આવેલું છે. બનાસડેરી પછી પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરી પણ બાયોગેસના પ્લાન્ટ ચાલુ કરવાની દિશામાં આગળ વધવા તત્પર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પણ ગોબર ગેસમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવામાં રૂચિ વધી છે. દરેક ઘરમાં જતાં પીએનજીનો સપ્લાય પણ આ પ્લાન્ટમાંથી જ આપવાનું આયોજન થઈ રહ્યું છે.

Share This Article