મહિલાઓને થતા સર્વાઇકલ કેન્સરના લક્ષણો અને સારવાર જાણો:

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 4 Min Read

સર્વાઇકલ કેન્સર શું છે? ભારતમાં મહિલાઓને સૌથી વધુ જોખમ, જાણો લક્ષણ, સારવાર અને બચવાના ઉપાય
ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર સર્વાઇકલ કેન્સર એ વિશ્વનું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે, જે મહિલાઓને સૌથી વધુ અસર કરે છે.

કેન્સર એક જીવલેણ રોગ છે જે શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. એક વાર કેન્સર શરીરમાં ઘર કરી ગયા બાદ તે ધીમે ધીમે વધે છે અને છેવટે ભોગ બનનારનું મૃત્યુ થાય છે. કેન્સર ઘણા પ્રકારના હોય છે, તેથી કેન્સરને સાઇલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.

- Advertisement -

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર સર્વાઇકલ કેન્સર એ વિશ્વનું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે, જે મહિલાઓને સૌથી વધુ અસર કરે છે. તેવી જ રીતે સર્વાઇકલ કેન્સર ભારતમાં બીજા ક્રમે છે. તમને જણાવી દઇએ કે ભારતમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સરનું સૌથી વધુ જોખમ કેમ હોય છે. ઉપરાંત સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું છે અને સારવાર અને બચવાના ઉપાય વિશે જાણો

સર્વાઇકલ કેન્સર એટલે શું?
સર્વાઇકલ કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે મહિલાઓના ગર્ભાશયમાં થાય છે. આ કેન્સર હ્યુમન પેપિલોમા વાઇરસ (એચપીવી)ના ચેપ સાથે સંકળાયેલું છે, જે જાતીય રીતે સંક્રમિત ચેપ છે. જો સમયસર તેની જાણકારી ન મળે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ કેન્સરથી અસર ભારતમાં ઘણી મહિલાઓ પ્રભાવિત થાય છે.

- Advertisement -

સર્વાઇકલ કેન્સરના લક્ષણો
medanta.com પ્રકાશિત એક અહેવાલ અનુસાર સર્વાઇકલ કેન્સર એક એવું કેન્સર છે જે ગર્ભાશયના મુખમાં વૃદ્ધિ પામે છે. સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક તબક્કામાં ત્યાં કોઇ ખાસ લક્ષણ કે સંકેત દેખાતા નથી, પરંતુ જેમ જેમ તે વધે છે, તેમ તેમ કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, સમયસર આ લક્ષણોની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. સર્વિક્સ એ સ્ત્રીના ગર્ભાશયનો નીચલો ભાગ છે, જે મહિલાઓના ગર્ભાશય અને યોનિમાર્ગને જોડે છે.

ડિસ્ચાર્જ- જો મહિલાને પ્રાઇવેટ પાર્ટમાંથી વધારે ડિસ્ચાર્જની સમસ્યા થઇ રહી છે તો તે સર્વાઇકલ કેન્સરનું લક્ષણ હોઇ શકે છે.
પેલ્વિક પેઇન- આનો સંબંધ કમરના નીચેના ભાગમાં દુખાવો અને યુરિનલ એરિયામાં દુખાવા થવો છે.
પેશાબમાં દુખાવો- પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો થવો એ સર્વાઇકલ કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે.
થાક અને વજન ઘટવું- કારણ વગર શરીરનું વજન ઘટવું અને થાક લાગવો સર્વાઇકલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
સર્વાઇકલ કેન્સર થી બચવાના ઉપાય
HPV રસી – સર્વાઇકલ કેન્સરથી બચવા માટે આ રસી સૌથી અસરકારક ઉપાય છે. આ રસી 9 થી 14 વર્ષની છોકરીઓને આપી શકાય છે અને તે યુવતીઓ માટે પણ ઉપલબ્ધ છે. તે વાયરસના હાઈ-રિસ્ક વેરિઅન્ટ સામે રક્ષણ આપે છે.
પેપ સ્મીયર ટેસ્ટ – પેપ સ્મીયર ટેસ્ટ 21 વર્ષની ઉંમરથી દર 3 વર્ષે એકવાર થવો જોઈએ, જે સર્વિક્સમાં અસામાન્ય ફેરફારોને પહેલેથી જ ઓળખે છે.
સુરક્ષિત સેક્સ – સુરક્ષિત સેક્સ પણ જરૂરી છે અને એકથી વધારે સેક્સ્યુઅલ પાર્ટનરથી બચો, કારણ કે તેનાથી એચપીવી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.
તંદુરસ્ત જીવનશૈલી અને આહાર – તંદુરસ્ત જીવનશૈલી સાથે સારો અને સંતુલિત આહાર લો. આ સાથે જ નિયમિત કસરત કરો.

- Advertisement -
Share This Article