Career After Ph.D. Tips: પીએચડી (PhD) એ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી છે, જેને પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ વિષયમાં રિસર્ચ અને સ્પેશલાઈઝેશન કરવાનું હોય છે. આ જ કારણ છે કે જેઓ પીએચડી કરે છે તેમનામાં એક સામાન્ય ધારણા છે કે આ ડિગ્રી પછી તેઓ ટીચર કે પ્રોફેસર જ બની શકે છે. પરંતુ, ડિજિટલ અને ટેક્નોલોજીના આ યુગમાં પીએચડી કરનારાઓ માટેના ક્ષેત્રો વધી ગયા છે.
પીએચડી પછી સરકારી તેમજ મોટી ખાનગી કંપનીઓ માટે દરવાજા ખુલે છે. જો તમે પણ પીએચડી કર્યા પછી ટીચર કે પ્રોફેસર નથી બનવા માંગતા, તો તમે અહીં કારકિર્દીના અન્ય વિકલ્પો વિશે જાણી શકો છો.
પોલિસી એનાલિસ્ટ
ઈકોનોમિક્સ, પબ્લિક પોલિસી, સોશિયલ સાયન્સ, હેલ્થ કેર અને પર્યાવરણ સાયન્સ જેવા વિષયોનું જ્ઞાન ધરાવતા લોકો પોલિસી એનાલિસ્ટ તરીકે કારકિર્દી બનાવી શકે છે. પોલિસી એનાલિસ્ટે ડેટા, એનાલિસિસ, ક્રિટીકલ એવોલ્યુશન અને સરકારી નીતિઓના પક્ષ અને ગેવિપક્ષ વિશે વિચાર કરવો પડે છે.
પોલિસી એનાલિસ્ટ તરીકે, તમે સરકારી એજન્સીઓ, ગ્લોબલ એજન્સીઓ અને પ્રાવેત રિસર્ચ સંસ્થાઓમાં કામ કરી શકો છો. જેમાં નીતિ આયોગ, પર્યાવરણ મંત્રાલય, UNDP અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) જેવા ઘણાનો સમાવેશ થાય છે.
રિસર્ચ સાયન્ટિસ્ટ
સંસ્થામાં જોડાઈને તમે તમારી રિસર્ચ પર કામ કરવાનું ચાલુ રાખી શકો છો. રિસર્ચ સાયન્ટિસ્ટ માટે મોટાભાગના કારકિર્દી વિકલ્પો એકેડમિક, હેલ્થ, ફાર્મા, ફૂડ ઇન્ડસ્ટ્રી, કૃષિ અને પર્યાવરણીય રિસર્ચના ક્ષેત્રોમાં છે. જો તમારી પાસે વિજ્ઞાન ક્ષેત્રે પીએચડી છે, તો તમે ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જેવી સંસ્થાઓમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોડાઈ શકો છો.
સિનિયર ડેવલપર
કમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, એન્જિનિયરિંગ અને આઈટી ડોમેન્સમાં બેકગ્રાઉન્ડ ધરાવતા પીએચડી ધારકો સિનિયર ડેવલપર તરીકે પણ તેમની કારકિર્દી બનાવી શકે છે. ડિજિટલ અને એઆઈના યુગમાં, મોટી ટેક કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સમાં ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચની માંગ નોંધપાત્ર રીતે વધી છે.
ડેટા સાયન્ટિસ્ટ
ભારતમાં આ ભૂમિકા ખૂબ જ ઝડપથી વધી રહી છે. કમ્પ્યુટર સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ અને મેથ્સમાં બેકગ્રાઉન્ડ ધરાવતા પીએચડી પ્રોફેશનલ્સ ડેટા સાયન્ટિસ્ટ તરીકે તેમની કારકિર્દી બનાવી શકે છે. આ ભૂમિકા માટે જટિલ અને મોટા ડેટાને હેન્ડલ કરવાની જરૂર પડી શકે છે. ઉપરાંત, આ ભૂમિકાને રિસર્ચ, ટેકનિકલ અને એનાલિસટીકલ સ્કિલ્સની જરૂર પડી શકે છે.
ડેટા સાયન્ટિસ્ટ લગભગ તમામ કંપનીઓમાં કામ કરે છે. ટેક, ફાઈનાન્સ, હેલ્થ કેરથી લઈને ઈ-કોમર્સ સુધીના તમામ ક્ષેત્રોમાં ડેટા સાયન્ટિસ્ટની ભૂમિકાઓ છે.
કન્સલ્ટન્સી
ટીચર કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાને બદલે પીએચડી ધારકો કન્સલ્ટન્સી પણ શરૂ કરી શકે છે. જેમાં વિદ્યાર્થીઓએ આગળ શું કરવું જોઈએ અને કયા ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો છે તે શીખવી શકાય છે. આજકાલ, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં કન્સલ્ટન્સી માટે અલગ પોસ્ટ જારી કરવામાં આવે છે.
કમર્શિયલ સિનિયર ડિરેક્ટર
બિઝનેસ, માર્કેટિંગ અને સેલ્સ જેવા બેકગ્રાઉન્ડના પીએચડી ધારકો કમર્શિયલ સિનિયર ડિરેક્ટર તરીકે તેમની કારકિર્દી બનાવી શકે છે. તમારી પીએચડી ડિગ્રી અને તમારી સ્કિલ્સનો ઉપયોગ કરીને, તમે કંપનીના ગ્રોથમાં મદદ કરી શકો છો. કોમર્શિયલ સિનિયર ડિરેક્ટરની પોસ્ટ ખાનગી તેમજ મલ્ટીનેશનલ કંપનીઓમાં ઉપલબ્ધ છે.
રાઈટર અને એડિટર
તમારી રિસર્ચ અને એનાલિસિસના આધારે, તમે તમારું રિસર્ચ પેપર અથવા પુસ્તક વગેરે લખી શકો છો. તમે આ સાથે પબ્લિશ થયેલા પેપરને એડિટ પણ કરી શકો છો.