Uttarayan 2025: અમિત શાહે પતંગ ચગાવતાં ‘લપેટ… લપેટ’ની બૂમો પાડી, જગન્નાથ મંદિરે ગૌમાતાની પૂજા કરી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Uttarayan 2025: ઉત્તરાયણના પર્વની ઉજવણી અમિત શાહ મોટેભાગે અમદાવાદમાં કરતા હોય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફીરકી પકડી હતી.

શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલાં અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી.

- Advertisement -

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી. આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શહેરમાં બે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું. શાહ દ્વારા મંદિરમાં ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું.

- Advertisement -

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસનાં વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ન્યુ રાણીપ આર્યવિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે.

- Advertisement -

 

Share This Article