લવિંગ ખાવાથી થતા ફાયદા જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

શરીરને નિરોગી રાખે છે લવિંગ, રોજ ચાવીને ખાવાથી થશે આ ફાયદા

લવિંગ હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ સુગર અને હાડકાની સમસ્યાને દૂર કરે છે. એક લવિંગ ચાવીને ખાઈ લેવાથી હૃદયની બીમારીઓ અને કેન્સર થવાનું જોખમ પણ ઘણું ઘટી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમે રોજ એક લવિંગ ચાવીને ખાવ છો તો તે તમારા સ્વસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

- Advertisement -

લવિંગ ફક્ત એક મસાલો નહીં પરંતુ પોષક તત્વોનો પાવર હાઉસ છે. લવિંગ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્પ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. આ મસાલો બીમારીઓને શરીરથી દૂર રાખે છે અને પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે. તેનાથી સાંધાના દુખાવા, પેટની સમસ્યાથી અને દાંતની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. નિયમિત રીતે એક લવિંગ પણ ચાવીને ખાવામાં આવે તો શરીર નિરોગી રહે છે.

લવિંગ હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ સુગર અને હાડકાની સમસ્યાને દૂર કરે છે. એક લવિંગ ચાવીને ખાઈ લેવાથી હૃદયની બીમારીઓ અને કેન્સર થવાનું જોખમ પણ ઘણું ઘટી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો તમે રોજ એક લવિંગ ચાવીને ખાવ છો તો તે તમારા સ્વસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તો ચાલો તમને વિગતવાર જણાવીએ કે લવિંગ ચાવીને ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.

- Advertisement -

લવિંગ ખાવાથી થતા ફાયદા

– સવારે ખાલી પેટ લવિંગ ચાવીને ખાવાથી મોઢામાં લાળનું ઉત્પાદન વધે છે. જે પાચનમાં મદદ કરે છે. સાથે જ ઉલટી, એસિડિટી જેવી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

- Advertisement -

– લવિંગ તમને વૃદ્ધત્વની અસરોથી પણ બચાવે છે. તેને ખાવાથી ઉધરસ મટે છે. નિયમિત રીતે એક લવિંગ ખાઈ લેવાથી થોડા જ દિવસોમાં ઉધરસ મટી જશે.

– લવિંગમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે. આ ગુણ મોઢામાંથી આવતી દુર્ગંધના દૂર કરવામાં મદદ કરે છે. લવિંગ દાંતનું સ્વાસ્થ્ય પણ સુધારે છે.

– લવિંગ એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે જે શરીરના સ્વાસ્થ્યને બુસ્ટ કરે છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને પાચન સુધારે છે.

– લવિંગ ખાવું લીવરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. લવિંગ નવા સેલનો ગ્રોથ વધારે છે. સાથે જ કે લીવરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવો લવિંગનો ઉપયોગ

લવિંગને તમે રોજ ચાવીને ખાઈ શકો છો, પરંતુ તેને ગળી જવું નહીં ધીરે ધીરે તેને ચાવી તેનો રસ ગળે ઉતારો. આ સિવાય તમે લવિંગના પાવડરને દહીં કે સૂપમાં મિક્સ કરીને પણ પી શકો છો તમે લવિંગની ચા પણ પી શકો છો.

Share This Article