ઘણીવાર એવું બને છે કે આપણે રોજ બે વખત બરાબર બ્રશ કરીએ છતાં પણ મોઢામાંથી ગંદી વાસ આવતી હોય છે. જેની અસર આત્મવિશ્વાસ ઉપર પણ પડે છે. ત્યારે આ વાસ પાછળ એક ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
જો તમે રોજ બ્રશ અને માઉથવોશનો ઉપયોગ કરતા હોવ પરંતુ આમ છતાં મોઢામાંથી ગંદી વાસ આવતી હોય તો તે ફક્ત ઓરલ હાઈજીનની કમીના કારણે ના થતું હોય એવું પણ બને. હાલમાં જ થયેલા એક રિસર્ચ મુજબ મોઢાની વાસ (હેલિટોસિસ)નું કારણ એક વિટામીનની ખામી પણ હોઈ શકે છે. આ સમસ્યા તમારા આત્મવિશ્વાસને તો પ્રભાવિત કરે છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત એક મહત્વપૂર્ણ ચેતવણી પણ હોઈ શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે વિટામીન ડી આપણા હાડકાં અને ઈમ્યુન સિસ્ટમ માટે ખુબ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તે ઓરલ હેલ્થને જાળવી રાખવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે? વિટામીન ડીની કમીથી પેઢાનો સોજો, બેક્ટેરિયાનું વધવું, અને પેઢામાં ચેપ જેવી સમસ્યા થઈ શકે છે. આ તમામ સમસ્યાઓ મોઢામાંથી ગંદી વાસ આવવાના કારણ બને છે.
વિટામીન ડીની કમી કેવી ઓળખી શકાય?
જો તમે પૂરતું ઓરલ હાઈજીનનું પાલન કરવા છતાં પણ મોઢાની વાસથી પરેશાન હોવ અને સાથે સાથે થાક, હાડકાંમાં દુ:ખાવો, અને વારંવાર બીમાર પડવા જેવી સમસ્યાઓ મહેસૂસ કરી રહ્યા હોવ તો તે વિટામીન ડીની કમીનો સંકેત હોઈ શકે છે. આવામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સમસ્યાનું સમાધાન
તડકો ખાઓ: વિટામીન ડીનો સૌથી સારો સ્ત્રોત કુદરતી તડકો છે. રોજ ઓછામાં ઓછો 15થી 20 મિનિટ તડકો ખાવાની કોશિશ કરો.
સપ્લિમેન્ટ્સ લઈ શકો: જો તડકો લેવાનું શક્ય ન હોય તો ડોક્ટરની સલાહથી વિટામીન ડી સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.
હાઈડ્રેશન અને ઓરલ હેલ્થ: પૂરતું પાણી પીવો અને ઓરલ હાઈજીન જાળવી રાખો.
ઓરલ હેલ્થ પર ધ્યાન આપવું કેમ જરૂરી?
મોઢાની વાસ ફક્ત સામાજિક અસહજતાનું કારણ નથી પરંતુ તે તમારા શરીરમાં થઈ રહેલી ગડબડીઓનો સંકેત પણ છે. વિટામીન ડીની ઉણપને સમયસર ઓળખી અને યોગ્ય ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું પણ બનાવી શકો છો.