વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે બધા જ રોગ,
યોગ અને આધ્યાત્મિક ગુરુ એ એક સરળ અને પ્રભાવી ઉપાય જણાવ્યો છે. આ ઉપાય વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે છે અને ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. જો તમે પણ નિરોગી રહેવા માંગો છો તો આ કામ તુરંત જ શરુ કરી દો.
આધુનિક જીવનશૈલીના કારણે ઘણી બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેવામાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે છે. આજના સમયમાં પણ હેલ્થી રહેવું હોય તો તેનો રસ્તો શ્રી શ્રી રવિશંકરે જણાવ્યો છે. આ ઉપાય કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને ગંભીર બીમારીઓથી શરીરનું રક્ષણ પણ થાય છે. વાસી મોઢે ફક્ત 2 વસ્તુઓનું સેવન કરી લેવામાં આવે તો પણ શરીર અંદરથી એટલું મજબૂત થઈ જાય છે કે રોગ દૂર થઈ જાય છે.
તુલસી અને આમળાને ઇમ્યુનિટી માટે અનમોલ વસ્તુ ગણાવી છે. આ બંને વસ્તુને વાસી મોઢે ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. સાથે જ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે. તુલસી અને આમળા પ્રકૃતિનું એવું વરદાન છે જેના નિયમિત રીતે લેવાથી દવા લેવાની જરૂર પડતી નથી.
તુલસીના ફાયદા
તુલસીને આયુર્વેદમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે કારણ કે તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે. જે શરીરને વિવિધ સંક્રમણથી બચાવવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ તુલસીના ત્રણથી ચાર પાંચ ચાવીને ખાવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને ઈમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. તુલસી સ્ટ્રેસ ઓછો કરવામાં પણ મદદ કરે છે અને શરીરને ડીટોક્ષ કરવાનું કામ કરે છે.
આમળાના ફાયદા
આમળાને વિટામીન સીનો ખજાનો ગણાવ્યો છે. આમળા શરીરમાં ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આમળા ખાવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે અને પાચનતંત્ર સુધરે છે. સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી આંખને પણ ફાયદો થાય છે.
કેવી રીતે લેવા તુલસી અને આમળા?
તુલસી અને આમળાને નેચરલ રીતે લઈ શકાય છે.. તુલસીના પાનને ધોઈ અને ચાવીને ખાઈ શકાય છે અને આમળાનો રસ કાઢીને પીવો સારું રહે છે.. જો તમે ઈચ્છો તો આ બંને વસ્તુને મિક્સ કરીને કાઢો પણ બનાવી શકો છો.