Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદના શપથ લીધા બાદ ઘણા મહત્ત્વના નિર્ણય લીધા. ગેરકાયદેસર ઇમિગ્રેશનને લઈને ટ્રમ્પ તંત્ર આકરી કાર્યવાહી કરવાનું છે. ટ્રમ્પ સરકાર મેક્સિકોની સાથે દક્ષિણ સરહદ પર ગુનેગારોને ટાર્ગેટ કરી રહ્યું છે, જે કોઈ ડૉક્યુમેન્ટ વિના દેશમાં દાખલ થયા છે. અમેરિકામાં લગભગ 20,000થી વધુ ભારતીય છે, જે કોઈ ડૉક્યુમેન્ટ વિના અમેરિકામાં હાલમાં હાજર છે.
આ તમામ ભારતીય દેશનિકાલ આદેશનો સામનો કરી રહ્યા છે જે વર્તમાનમાં અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ(ICE)ના અટકાયતી કેન્દ્રોમાં છે. ડેટા અનુસાર 2024 સુધી 2047 ભારતીય એવા હતા જે કોઈ ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં રહે છે. તેમાંથી 17,940 અંતિમ દેશ નિકાલ આદેશ હેઠળ છે અને અન્ય 2,467 ICEના ઍન્ફોર્સમેન્ટ અને દેશનિકાલ સંચાલન હેઠળ કસ્ટડીમાં છે.
ભારત સરકાર અમેરિકાની મદદ કરશે
રિપોર્ટ અનુસાર ભારત સરકાર આ લોકોને પાછા લાવવા માટે ટ્રમ્પ તંત્રની સાથે મળીને કામ કરવા તૈયાર છે. ભારત નથી ઇચ્છતું કે ગેરકાયદેસર નાગરિકોના મુદ્દે H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર અસર પડે. અમેરિકન સરકારના આંકડા અનુસાર 2023માં 3,86,000 લોકોને H-1B વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ ભારતીય નાગરિક છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓના રહેવાના મામલે ભારતનું સ્થાન ખૂબ ઓછું છે.
ગેરકાયદેસર પ્રવાસીઓની એન્ટ્રી પ્રતિબંધ પર ટ્રમ્પે લીધી ઍક્શન
ટ્રમ્પે સોમવારે શપથ લીધા બાદ ગેરકાયદેસર પ્રવાસીઓની એન્ટ્રી બેન કરવાનો એક્ઝિક્યુટિવ ઑર્ડર આપી દીધો. એક્ઝિક્યુટિવ ઑર્ડર તે આદેશ હોય છે, જેને પ્રમુખ જારી કરે છે. તેનો આ આદેશ કાયદો બની જાય છે જેને કોંગ્રેસની મંજૂરીની જરૂર હોતી નથી. કોંગ્રેસ આને પલટી શકતું નથી. જોકે આને કોર્ટમાં પડકાર આપી શકાય છે.