Ahmedabad City DEO Circular : ફી મુદ્દે શાળાઓ પર પગલાં, અમદાવાદ DEOનો પરિપત્ર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ahmedabad City DEO Circular : સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત બાદ અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ એક પરિપત્ર જાહેર કરી ફીને લઇને શાળાના બાળકોને માનસિક ત્રાસ અને માનસિક કનડગત ન કરવાની કડક ચેતવણી આપી છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તે અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેવી વ્યક્તિ સામે તેને લાગુ પડતાં શિસ્ત વિષય નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે બાળકના સર્વાગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે. આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીજલ્ટ ન આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજુઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીજલ્ટ આપવા જણાવવામાં આવે છે.

બાળકો માટે શાળા અને શિક્ષક એક આદર્શ હોય છે અને તેઓ દ્વારા આવા અઘટિત કાર્ય કરવામાં આવે તો બાળકોના માનસપટલ પર વિપરિત અસર કરે છે. જેના લીધે બાળક માનસિક રોગનાભોગી પણ બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તે અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેવી વ્યક્તિ સામે તેને લાગુ પડતા શિસ્ત વિષય નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

- Advertisement -

જેથી તમામ શાળા શિક્ષકોને આ પરિપત્રનો અભ્યાસ અને જરૂરી તાલીમ આપવામાં આવે. શાળામાં આવી કોઇ ઘટના ન ઘટે તે માટે તમામ શિક્ષકોને જાણ કરવામાં આવે.

Share This Article