આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીએ GPSC દ્વારા પરીક્ષાનુ કોઈ આયોજન નહિ થાય.
અમદાવાદ: GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા…16 ફેબ્રુઆરીએ જીપીએસસી કોઈ પરીક્ષા નહીં લે. પંચાયતની ચૂંટણીનો મતદાન હોવાથી પરીક્ષા નહીં લેવાય. એ દિવસની જો કોઈ પરીક્ષા હશે તો એની પણ તારીખ બદલાશે.
આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેને લઈ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીએ GPSC દ્વારા પરીક્ષાનુ કોઈ આયોજન નહિ થાય. 16 મી ફેબ્રુઆરીએ પંચાયત નું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
16 મી ફેબ્રુઆરીએ પંચાયત નું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે.
27 ટકા ઓબીસી અનામત મુજબ યોજાશે ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ ડો. એસ મુરલીક્રિષ્ણને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાશે.