GPSC Exam Lateste Update : GPSC પરીક્ષા પર મોટું અપડેટ: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

GPSC Exam Lateste Update : જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચુંટણીનું મતદાન હોવાથી જીપીએસસીની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે.

પરીક્ષકોને મળશે બમણું મહેનતાણું

- Advertisement -

બે દિવસ પહેલાં 21 જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતાં લખ્યું કે, ‘નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઇચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.’

ઇન્ટરવ્યૂ આપવા આવતાં ઉમેદવારો માટે ખાસ સુવિધા

- Advertisement -

ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતાં હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ‘આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.’

Share This Article