IPO News: વોટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ કંપની ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો IPO 22 જાન્યુઆરીના રોજ રોકાણ માટે ખુલ્યો હતો અને ખુલતા જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.
બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સમાચાર લખાય છે ત્યાં સુધી આ IPO 46 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પહેલા દિવસે તેને 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
તમને જણાવી દઈએ કે રોકાણકારો 24 જાન્યુઆરી સુધી આ IPO ભરી શકશે. આ માટેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹ 279 થી ₹ 294 નક્કી કરવામાં આવ્યો છે.
BSEના ડેટા અનુસાર, બોલી લગાવવાના પહેલા દિવસે આઈપીઓ 17.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO માટેના 52.50 લાખ શેર સામે 8.95 કરોડ શેરની બિડ મળી છે.
રિટેલ રોકાણકારોનો હિસ્સો 17.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs)નો હિસ્સો 36.21 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સે તેમના IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી ₹66 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું.
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો IPO ગ્રે માર્કેટમાં રૂ. 140 ના પ્રીમિયમ પર પહોંચ્યો છે. આનો અર્થ એ થયો કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ રૂ. 434 પર થશે એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે 48 ટકાનો નફો થઈ શકે છે. કંપનીના શેર 29 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે.