Greece Earthquakes: ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં 200 ભૂકંપ, સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Greece Earthquakes: ગ્રીસના સેન્ટોરિન આઇલેન્ડ પર સતત ભૂકંપના કારણે સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. ગત ત્રણ દિવસમાં એજિયન સાગરમાં 200થી વધારે ભૂકંપ આવ્યા છે, જેનાથી એક મોટા ભૂકંપની આશંકા વધી ગઈ છે. જેને ધ્યાને લઈ સરકારે તમામ શાળા બંધ કરી દીધી છે અને ઈમર્જન્સી ટીમ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત એજિયન સાગરની પાસે દ્વીપ પર પણ સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે.

સાવચેતી પગલાં રૂપે શાળાઓ કરાઈ બંધ

- Advertisement -

સેન્ટોરિનની સાથે અમોર્ગોસ, અનાફી અને આયોસ દ્વીપ પણ આ ભૂકંપની અસર થઈ છે. અહીં પણ સ્કૂલ-કોલેજો બંધ કરાઈ છે અને સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવા સરકારે તૈયારી કરી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

- Advertisement -

ભૂકંપની તીવ્રતા મહત્તમ 4.8 નોંધાઈ છે. રવિવારે (2 ફેબ્રુઆરી) સેન્ટોરિન અને અમોર્ગોસ વચ્ચે આવેલાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી.

Share This Article