મેક્સિકોમાં એવી માછલી મળી આવી છે. જેનું કનેક્શન લોકો તબાહી સાથે જોડે છે. આ માછલી પૃથ્વી પર જોવા મળતાં મહાવિનાશની આશંકા પ્રબળ બની જાય છે. આ માછલી કઈ છે? તેનું નામ કેમ તારાજી સાથે જોડવામાં આવે છે?
શું દુનિયા ખતમ થવાની છે? શું ધરતી પર મોટી તારાજી સર્જાવાની છે? શું કોઈ મોટી હોનારતના ભણકારા વાગી રહ્યા છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે મેક્સિકોમાં એવી માછલી મળી આવી છે. જેનું કનેક્શન લોકો તબાહી સાથે જોડે છે. આ માછલી પૃથ્વી પર જોવા મળતાં મહાવિનાશની આશંકા પ્રબળ બની જાય છે. આ માછલી કઈ છે? તેનું નામ કેમ તારાજી સાથે જોડવામાં આવે છે?
આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે મેક્સિકોમાં એવી માછલી મળી છે. જેનું કનેક્શન લોકો મોટી તબાહી સાથે જોડે છે. દ્રશ્યોમાં જોવા મળતી માછલી અત્યંત ખૂબસૂરત છે. જોકે તેની સાથે જોડાયેલી માન્યતા ડરામણી અને હાંજા ગગડાવી નાંખનારી છે. આ માછલીનું ધરતી પર દેખાવું મહાવિનાશનું અલર્ટ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ માછલી જ્યારે ધરતી પર દેખાય છે ત્યારે ચોક્કસથી મોટી આફત આવે છે.
મેક્સિકોના પાલમાસ સમુદ્ર કિનારે દુર્લભ માછલીને તરતી જોવામાં આવી. પહેલી નજરમાં તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે. તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે. સમુદ્ર કિનારે લોકોએ તેને જોઈ તો તેનો વીડિયો બનાવવા લાગ્યા. સમુદ્ર કિનારે આવીને તે તડપવા લાગી. થોડીક ક્ષણમાં તેણે હલન ચલન બંધ કરી દીધું. ત્યારે એક વ્યક્તિ તેને પકડીને પાણીમાં લઈ ગયો. પરંતુ તેને બચાવી શક્યો નહીં.
અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ ઓરફિશ છે. તેને ડૂમ્સ ડે ફિશ પણ કહેવામાં આવે છે. તેની લંબાઈ 30 ફૂટ સુધી પણ હોય છે. તેની આંખો બીજી માછલીઓ કરતાં મોટી હોય છે. તેના માથાના ભાગે લાલ રંગનું હાડકું હોય છે. તે મોટાભાગે ઉંડા પાણીમાં જ રહે છે. તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે. સમુદ્રમાં હલનચલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે. તેનું ધરતી પર જોવા મળવું આફતના સંકેત આપે છે.
મેક્સિકોમાં લોકોને તેને જોઈ તો તેમના દિલની ધડકન વધી ગઈ. માનવામાં આવે છેકે આ માછલીને ધરતી પર બહુ ઓછી જોવામાં આવી છે. તે જ્યારે દેખાય છે તેના થોડા દિવસોમાં મોટી તબાહી આવે છે. તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે. વારંવાર ઓરફિશ માછલીનું દેખાવું એ સારી વાત ના કહેવાય. જેના કારણે કેટલાંક સવાલો ઉઠી રહ્યા છે કે શું દુનિયામાં મોટો ભૂકંપ આવવાનો છે? શું દુનિયા સુનામીની ઝપેટમાં આવવાની છે? શું ધરતી પર મહાપ્રલયનું સંકટ તોળાઈ રહ્યું છે? શું કુદરતનું રૌદ્ર રૂપ બધું ખતમ કરી નાંખશે?
ઓરફિશ એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રમાં મળી આવતી દુર્લભ માછલી છે. તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઈશારો કરે છે. 2010માં જાપાનમાં 20-22 ઓરફિશ માછલી જોવા મળી હતી. તેના પછી 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની સાથે જાપાનમાં સુનામી આવી હતી. તેણે ચોતરફ ભારે તબાહી મચાવી હતી.
આ કુદરતી હોનારતમાં 19,759 લોકોનાં મોત થયા હતા. જ્યારે સેંકડો લોકોને ઈજા થઈ હતી. વૈજ્ઞાનિકો ઓરફિશ સાથે જોડાયેલી માન્યતાનો સાચી માનતા નથી. તેઓ તેને ફગાવી દે છે. પરંતુ હાલ તો મેક્સિકોના દરિયાકિનારે ઓરફિશનું વારંવાર જોવા મળવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.