હાર્ટ એટેકની 7 વોર્નિંગ સાઇન જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 4 Min Read

હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
હાર્ટ એટેકના લક્ષણો શરીર પર પહેલાથી જ દેખાવા લાગે છે. જો આને સમયસર ઓળખવામાં ન આવે અથવા વારંવાર અવગણવામાં આવે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. જો આવા ચિહ્નો દેખાય તો હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

દિવસભરની ભાગદોડ, કામનું પ્રેશર અને ખરાબ ખાનપાન આપણા હાર્ટના સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે. આ કારણ છે કે આજકાલ અચાનકથી હાર્ટ એટેક જેવા મામલા સાંભળવા મળી રહ્યું છે. હાર્ટ એટેકથી બચવાનો સૌથી સરળ ઉપાય છે કે હાર્ટની વાત સાંભળો અને તેના સંકેતોને સમજો.

- Advertisement -

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે હાર્ટ એટેક ક્યારેય અચાનક આવતો નથી. તે આવવાના આશરે એક મહિના પહેલા શરીર સંકેત આપવા લાગે છે. જો તેને સમજી લીધા તો આ જીવલેણ સ્થિતિથી બચી શકાય છે. આ સાત લક્ષણોને ભૂલમાં પણ નજરઅંદાજ ન કરવા જોઈએ.

હાર્ટ એટેકની 7 વોર્નિંગ સાઇન

- Advertisement -

1. છાતામાં હળવો દુખાવો કે ભારેપણું
છાતીમાં વારંવાર હળવો દુખાવો કે ભારેપણું કે પછી બળતરા-દબાવ અનુભવાય તો તેને હળવાશથી ન લો. હાર્ટ એટેક પહેલા ધમનીઓ ધીમે-ધીમે બ્લોક થવા લાગે છે, જેનાથી છાતીમાં સમસ્યા શરૂ થઈ શકે છે. આ દુખાવો ક્યારેક ખભા, જડબા, ગળા અને પીઠ સુધી પહોંચી જાય છે. આવા લક્ષણ જોવા મળે તો તુરંત ચેકઅપ કરાવો.

2. થાક-નબળાઈનો અનુભવ થયો
જો તમે કામ કર્યા વિના થાક અનુભવો છો, તો સાવચેત રહો. કારણ કે આ હૃદયની નબળાઈના લક્ષણો હોઈ શકે છે. જ્યારે હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતું ઓક્સિજનયુક્ત લોહી પહોંચાડી શકતું નથી, ત્યારે શરીર ઝડપથી થાકી જાય છે. આ લક્ષણ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

- Advertisement -

3. શ્વાસ લેવામાં તકલીફ
જો તમને હળવું ચાલવાથી, સીડીઓ ચઢવાથી અથવા કોઈ કામ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, તો આ પણ ખતરનાક સંકેત હોઈ શકે છે. આમાં, હૃદય લોહીને યોગ્ય રીતે પંપ કરી શકતું નથી અને ફેફસામાં ઓક્સિજનની ઉણપ છે. આને અવગણવું જોઈએ નહીં.

4. ઉંઘમાં સમસ્યા, બેચેની થવી
રાત્રે વારંવાર ઊંઘ ઉડી જાય છે, કોઈ કારણ વગર બેચેની થઈ રહી છે. અચાનક ડરનો અનુભવ થઈ રહ્યો છે તો સાવચેત રહો. કારણ કે આ હાર્ટ એટેકનો વોર્નિંગ સંકેત હોઈ શકે છે. ઘણીવાર લોકો તણાવ સમજી આ સમસ્યાને નજરઅંદાજ કરે છે પરંતુ એક્સપર્ટનું માનવું છે કે આ ધમનીઓનું સંકુચિત થવાને કારણે હોઈ શકે છે.

5. કારણ વગર પરસેવો આવવો
જો ઠંડી કે સામાન્ય હવામાનમાં પણ વધુ પરસેવો આવી રહ્યો છે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. જ્યારે હાર્ટને લોહી પંપ કરવામાં મુશ્કેલી થાય છે અને વધુ મહેનત કરવી પડે છે તો વધુ પરસેવો નિકળે છે. આમ થાય તો ડોક્ટરને દેખાડો.

6. ચક્કર આવવા, માથુ ફરવું
જો કોઈ કારણ વગર ચક્કર આવી રહ્યાં છે કે માથુ ફરે છે તેમ લાગી રહ્યું છે તો આ હાર્ટ નબળું હોવાનો સંકેત હોઈ શકે છે. જ્યારે હાર્ટ શરીરના બાકી ભાગ સુધી યોગ્ય રીતે લોહી પહોંચાડી શકતું નથી તો મગજમાં પણ ઓક્સીજનની કમી થવા લાગે છે. જેથી આ સમસ્યા જોવા મળે છે.

7. પેટમાં દુખાવો, અપચો કે ઉલટી
હાર્ટ એટેક પહેલા કેટલાક લોકોને ગેસ, અપચો, ઉલટી કે પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આવી સમસ્યા થવા પર તત્કાલ ડોક્ટરની સલાહ લો.

Share This Article