Message box filled with OTP: OTPથી મેસેજ બોક્સ ભરાઈ ગયો? આ ટ્રિકથી 24 કલાકમાં આપમેળે ડિલિટ થશે!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Message box filled with OTP: એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ લાખો યુઝર્સ કરતા હોય છે. ડિજીટલ યુગમાં હવે ઓનલાઈન શોપિંગથી લઈને કોઈપણ વેબસાઈટ કે એપમાં લોગઈન કરવા માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી છે. આ જ કારણે મેસેજ બોક્સ OTPથી ભરાઈ જાય છે. આ OTP મેસેજને કારણે ફોનનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે એક બાદ એક એમ તે જૂના મેસેજને ડિલિટ કરવા પડે છે, જે કંટાળાજનક લાગે છે, ત્યારે આ સમસ્યાના હલ માટે અમે એક સરળ ટ્રિક લઈને આવ્યા છે.

જો તમારા ફોનનું મેસેજ બોક્સ OTP થી ભરાઈ ગયું છે, તો તમે Google Messages સેટિંગ્સમાં જઈને 24 કલાકની અંદર તે તમામ ઓટીપી મેસેજ ઓટોમેટિકલી કાઢી શકો છો. તેના માટે તમારે માત્ર એકવાર સેટિંગ કરવું પડશે પછી એક એક મેસેજ ડિલિટ કરવાની જંઝટથી છૂટકારો મળી જશે.

- Advertisement -

સૌથી પહેલા તમારા ફોન પર Google Messages એપ ખોલો. જો તમારા ફોનમાં તે ન હોય તો ડાઉનલોડ કરી લો કારણ કે મોટાભાગના ફોનમાં તેમના ડિફોલ્ટ મેસેજ એપ હોય છે. આથી Google Messages ઈસ્ટોલ કર્યા પછી તેને ઓપન કરો

આ પછી, ઉપર દર્શાવેલ પ્રોફાઈલ ઈમેજ પર ક્લિક કરો.

- Advertisement -

હવે, Messages Settings પર ટેપ કરો.

હવે, મેસેજ ઓર્ગેનાઈઝેશન પર ટેપ કરો.

- Advertisement -

હવે, ઓટો ડીલીટ OTPs After 24 hrs વિકલ્પની બાજુમાં આવેલ ટોગલ દેખાશે તેને ઓન કરી લો.

આ ટૉગલ ઓન કર્યા પછી, તમારા મેસેજ બોક્સમાં આવતા OTP 24 કલાક પછી તમારા મેસેજ બોક્સમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આ રીતે, તમારે મેસેજ બોક્સમાં જઈને દરેક OTP મેસેજને જાતે શોધીને કાઢી નાખવાની જરૂર રહેશે નહીં.

Share This Article