Siddhant Chaturvedi- Ananya Panday: સિદ્ધાંત સાથે અનન્યાના શૂટિંગની ચર્ચા, નવા કોલાબોરેશનની અટકળો તેજ!

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Siddhant Chaturvedi- Ananya Panday: સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે શૂટિંગ કરતાં દેખાતાં તેઓ કોઈ નવા પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યાં હોવાની અટકળો વ્યક્ત થઈ છે. જોકે, આ શૂટિંગ કોઈ ફિલ્મ માટે છે કે પછી કોઈ એડ ફિલ્મ માટે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી.

સિદ્ધાંત અને અનન્યા દરિયાના મોજાં પાસે ઊભા રહીને કેમેરા સામે પોઝ આપી રહ્યાં હોય તેવી તસવીરો વાયરલ થઈ છે. જોકે આ તસવીર શેની છે અને ક્યાંની છે તે વિશે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. આ જોડીએ આ પહેલાં પણ ફિલ્મ ‘ગહરાઇયા’ંમાં સાથે કામ કર્યું છે.

- Advertisement -

સિદ્ધાંત અને અનન્યા હાલ પોતપોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સિદ્ધાંત ‘ધડક ટૂ’ ‘દિલ કા દરવાજા ખોલના ડાર્લિંગ’ અને સંજય લીલા ભણશાલીના એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જ્યારે અનન્યા ‘તૂ મેરા મેં તેરી’,’ ચાંદ મેરા દિલ’ અને ‘કેસરી ચેપ્ટર ટૂ’ માં પોતાની ભૂમિકાઓની તૈયારીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે વેબ સીરીઝમાં પણ કામ કરી રહી છે.

Share This Article