Ranvir Shorey Struggle: અર્ચના પુરણ સિંહે તાજેતરમાં તેની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં તે તેના મિત્રો રણવીર શૌરી, વિનય પાઠક અને તેના પતિ પરમીત સેઠી સાથે મસ્તીભર્યા દિવસો વિતાવતી નજરે પડી હતી. તેઓએ જુહુ બીચ અને પૃથ્વી કાફે સહિત મુંબઈના વિવિધ લોકપ્રિય સ્થળોની મુલાકાત લીધી અને તેમના સંઘર્ષને યાદ કર્યા.
વ્લોગમાં અર્ચનાએ રણવીર અને વિનયને ઈન્ડસ્ટ્રીમાં તેમના સંઘર્ષના દિવસો વિશે પૂછ્યું, રણવીરે યાદ કર્યું કે, કેવી રીતે મોટો સંઘર્ષ ઘર બનાવવાથી લઈને બેઘર સુધીનો રહ્યો છે. તેણે કહ્યું, ‘મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ખાવાનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી. અમારો સંઘર્ષ એ હતો કે અમારી પાસે રહેવા માટે અમારું પોતાનું ઘર ન હતું કારણ કે પપ્પાએ અમારું ઘર એક ફિલ્મ માટે વેચી દીધું હતું જે તેઓ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. ઘર હોવા છતાં પણ અમે બેઘર પરિસ્થિતિમાં હતા અને પછી અમે ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા પરંતુ ખાવાની ક્યારેય કોઈ સમસ્યા નહોતી. અમે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતાં.’
વિનયે કહ્યું, ‘એવા દિવસો હતા જ્યારે પૈસા ન હતા પરંતુ એવું ક્યારેય બન્યું નથી કે અમે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું ન હોય અને અમારું શરીર હિંમત ગુમાવી બેસે. પેટ ભરવા માટે હંમેશા કોઈને કોઈ રસ્તો હતો.’