Nepal Government Corruption: નેપાળમાં રાજાશાહીની માગ તેજ, ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા રસ્તા પર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Nepal Government Corruption: નેપાળમાં છેલ્લા કેટલાયે દિવસોથી આરપીપીની આગેવાની નીચે અસંખ્ય લોકો સડક પર ઉતરી રાજાશાહી પાછી સ્થાપવા દેખાવો યોજી રહ્યા છે. જો કે આ કામ સહેલું નથી પરંતુ અશક્ય પણ નથી. રાજકીય પરિસ્થિતિ ક્યારે કેવું વલણ છે તે કહી શકાતું નથી.

આ દેખાવકારો નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો યોજી રહ્યા છે. તેવા સમયે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહે કહ્યું હતું કે જો જનતા ઇચ્છે તો હું નેપાળની ફરીથી સેવા કરવા તૈયાર છું.

- Advertisement -

આમ છતાં વડાપ્રધાન કે.પી.ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદૂર દેઊબા કહે છે કે નેપાળમાં ફરી રાજા શાહી આવે તે સંભવિત લાગતું નથી. સી.પી.એન માઓવાદી સેન્ટરના ચેરમેન પુષ્પ કમલા દહલ પ્રચંડ પણ માને છે કે જ્ઞાાનેન્દ્ર સિંહે લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દેવું જોઇએ. જો પૂર્વરાજાને લાગે કે તેઓ બહુ ફેમસ છે તો પોતાની એક પાર્ટી બનાવી શકે. જો જનતા તક આપશે તો, તેઓ ફરી દેશની સેવા કરી શકશે.

બીજી તરફ આર.પી.પી.ના સમર્થકોનું કહેવું છે કે નેપાળ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. તેથી લોકતંત્ર હટાવી ફરી રાજા શાહી લાવવી જોઇએ.

- Advertisement -

૨૦૦૮ સુધી તો નેપાળમાં રાજાશાહી હતી જ તે દૂર થયા પછી કાઠમંડુ સ્થિત નારાયણી મહાલય (રોયલ પેલેસ)ને મ્યુઝિયમમાં ફેરવી નખાયો છે.

દરમિયાન ગુરૂવારે પોખરામાં જ્ઞાાનેન્દ્ર શાહે પૂર્વ રાજા વીર વીરેન્દ્ર શાહની પ્રતિમાનું વિમોચન કર્યું તે સમયે અસંખ્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા. તેઓએ રાજાશાહી સમયનું રાષ્ટ્રગીત પણ ગાયું. આશ્ચર્યની વાત તે છે કે રાજાશાહીની માગણી કરનારાઓમાં સૌથી વધુ યુવાનો છે.

- Advertisement -

જ્યારે રાજાશાહીનો અંત આવ્યો (૨૦૦૮માં) ત્યારે લોકો માનતા હતા કે લોકતંત્રથી દેશ અને જનતાનું ભલું થશે. પરંતુ હવે લોકતંત્રથી જનતા ઉબ આવી ગઈ છે, અને પૂર્વ રાજવી જ્ઞાાનેન્દ્ર શાહની લોકપ્રિયતા વધતી જાય છે. વર્તમાન ડાબેરી સરકારમાં પણ વ્યાપી રહેલા ભ્રષ્ટાચારથી લોકોનો મોહભંગ થઇ ગયો છે. સરકારની વિદેશ નીતિ પણ પ્રભાવી નથી.

નેપાળ સદીઓથી ભારતનું સહયોગી રહ્યું છે. રાજા શાહી સમયે નેપાળ સાથે ભારતના સંબંધો ઘણા સારા હતા. પરંતુ સામ્યવાદી શાસનમાં રાજનીતિ ચીનની સમર્થક અને ભારત વિરોધી રહી છે. ત્યાં સુધી કે ભારતની વિશ્વ વિખ્યાત ગુરખા રેજિમેન્ટમાં નેપાળના ગુરખાઓને હવે જોડાવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી સેંકડો કુટુમ્બોને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. ભારતમાં ગુરખા રેજિમેન્ટમાં મળતા પગારો બંધ થતાં નેપાળમાં રહેલાં તેમનાં કુટુમ્બોને આર્થિક મુશ્કેલી વધી છે.

બીજી તરફ ભારત સાથે વ્યાપાર તદ્દન ઘટી જતાં ભારતના પર્યટકોની પણ સંખ્યા ઘટી જતાં નેપાળને આવક ઉપર મોટો ફટકો પડયો છે. તેવામાં નેપાળની કોમ્યુનિસ્ટ સરકારે ચીન તરફ વલણ લેતાં ટ્રમ્પે આર્થિક મદદ બંધ કરી છે. નેપાળ વિદેશી દેવામાં દબાઈ ગયું છે. તેનું વિદેશી દેવું બે લાખ કરોડ સુધી પહોંચ્યું છે. ભારત સાથે વ્યાપાર ઘટતાં વ્યાપાર ધંધા ઉદ્યોગો ઉપર અસર થતાં રોજગારી ઘટી છે. બીજી તરફ મોંઘવારી વધી છે. ચીન તેમાં મદદ કરી શકે તેમ નથી. મદદ માત્ર ભારત જ કરી શકે તેમ છે.

Share This Article