Most difficult Exams of India: UPSC જ નહીં, ભારતની ટોચની 5 સૌથી અઘરી પરીક્ષાઓ જાણો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Most difficult Exams of India: ભારતમાં ઘણી એવી પરીક્ષાઓ છે જે પાસ કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ભલે UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ છે, જેમાં પાસ થવા માટે ઉમેદવારોએ સખત મહેનત કરવાની જરૂર પડે છે. ચાલો જાણીએ UPSC સિવાય ભારતની 5 સૌથી અઘરી પરીક્ષાઓ વિશે, જેમાં પાસ થવા માટે ઉમેદવારોને દિવસ-રાત સખત મહેનત કરવી પડે છે.

JEE (જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામ)

- Advertisement -

એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે JEE એડવાન્સ્ડ પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા, વ્યક્તિને દેશના પ્રતિષ્ઠિત IIT એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પરંતુ માત્ર થોડા હજાર વિદ્યાર્થીઓને જ સીટ મળે છે.

NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ)

- Advertisement -

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે NEET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS અને BDS જેવા કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. ભારે સ્પર્ધા અને મર્યાદિત સીટને કારણે, તેમાં પાસ થવું ખૂબ જ અઘરું છે.

CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પરીક્ષા)

- Advertisement -

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા) દ્વારા લેવામાં આવતી CA પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષામાં ત્રણ તબક્કા છે – CA ફાઉન્ડેશન, CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલ. CA બનવા માટે ફાઈનલ પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા એટલી અઘરી છે કે બહુ ઓછા ઉમેદવારો પહેલા પ્રયાસમાં જ પાસ થઈ શકે છે.

GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ)

GATE પરીક્ષા એન્જિનિયરિંગ અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા, ઉમેદવારોને IIT, NIT અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં M.Tech અને PhD માટે પ્રવેશ મળે છે. ઉપરાંત, ઘણા જાહેર ક્ષેત્રના સાહસો (PSUs) આ પરીક્ષાના સ્કોરના આધારે નોકરીઓ પૂરી પાડે છે.

CLAT (કોમન લો એડમિશન ટેસ્ટ)

જો તમે દેશની ટોપ લો કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા હોવ, તો CLAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા નેશનલ લો યુનિવર્સિટી અને અન્ય અગ્રણી કાયદા સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આમાં, ઘણા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે.

Share This Article