NPS vs UPS: રિટાયરમેન્ટ બાદ આર્થિક સુરક્ષા અત્યંત મહત્ત્વની હોય છે. તેના માટે યોગ્ય રોકાણ યોજના જરૂરી છે. જો તમારી યોજના રિટાયરમેન્ટ બાદ દર મહિને રૂ. 1 લાખ પેન્શન મેળવવાની છે. તો તેના માટે યોગ્ય સ્કીમમાં રોકાણ કરવુ પડશે. નેશનલ પેન્શન સ્કીમ અને યુનિવર્સલ પેન્શન સ્કીમ બંને વિકલ્પોમાં તમે આ ટાર્ગેટ હાંસલ કરી શકો છો.
એપ્રિલ, 2025થી લાગુ થશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક એપ્રિલથી બે પેન્શન યોજનાઓમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ મળશે. જાન્યુઆરી, 2004માં શરૂ કરવામાં આવેલી એનપીએસ કેન્દ્ર સરકાર હેઠળ તમામ વિભાગોને આવરી લે છે. UPS એ નવી પેન્શન યોજના છે. જે એક એપ્રિલ, 2025થી લાગુ થશે.
NPS એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક રિટાયરમેન્ટ યોજના છે. જેમાં વ્યક્તિએ નિયમિત ધોરણે રોકાણ કરવાનું હોય છે. તેમાં રોકાણકારોને 60 વર્ષની વય બાદ એક સામટી રકમ અને પેન્શન બંને મળે છે. રિટર્ન માર્કેટની સ્થિતિ પર નિર્ભર કરે છે.
UPS એ એક પ્રાઈવેટ પેન્શન સ્કીમ છે. જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, રોકાણ યોજના પસંદ કરી શકે છે. જુદી-જુદી કંપનીઓની યોજનાઓ તેમાં સામેલ છે. રોકાણ પર મળતું રિટર્ન પણ અલગ-અલગ હોઈ શકે. UPS હેઠળ સરકાર બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5 ટકા યોગદાન આપશે, જ્યારે કર્મચારીએ 10 ટકા યોગદાન આપવાનું રહેશે.
પેન્શન ગેરંટી
NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન ગેરંટી નથી, જ્યારે UPSમાં પેન્શન એવરેજ બેઝિક પગારની ટકાવારી પર આધારિત છે. NPS હેઠળ, વ્યક્તિને ઇક્વિટી, લોન અને અન્ય માર્કેટ-લિંક્ડ ફંડ્સમાં રોકાણ કરવાનો વિકલ્પ મળે છે, જ્યારે UPS મુખ્યત્વે સરકારી બોન્ડ્સ અને સિક્યોરિટાઇઝ્ડ સ્કીમ્સમાં રોકાણ કરે છે. UPSમાં સરકારનું યોગદાન એનપીએસ કરતા વધુ છે.
UPS ઓછા જોખમની યોજના
એનપીએસમાં રોકાણ બજાર સાથે જોડાયેલું છે, જે તેને વધુ જોખમી બનાવે છે, જ્યારે UPS ઓછી જોખમી યોજના છે કારણ કે તે નિશ્ચિત પેન્શન પ્રદાન કરે છે. હવે સવાલ એ છે કે 1 લાખ રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે બંને સ્કીમમાં કેટલું રોકાણ કરવું પડશે?
UPS: 35 વર્ષની સેવા પછી 1 લાખ રૂપિયાનું પેન્શન આ રીતે મેળવો
ધારો કે કોઈ વ્યક્તિ 1 એપ્રિલ, 2025ના રોજ 25 વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાય છે અને 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેણે 35 વર્ષ કામ કર્યું છે. જો નિવૃત્તિના છેલ્લા 12 મહિનાનો સરેરાશ બેઝિક પગાર દર મહિને 2 લાખ રૂપિયા હોય, તો UPS હેઠળ, 50%ના દરે ગેરંટી પેન્શન આપવામાં આવશે, એટલે કે 1 લાખ રૂપિયા પ્રતિ માસ. આ સિવાય UPSમાં મોંઘવારી પ્રમાણે દર વર્ષે પેન્શન વધારવાની જોગવાઈ છે. જો આપણે 4.5 ટકાનો વાર્ષિક વધારો માની લઈએ તો 61 વર્ષની ઉંમરે પેન્શન 1,04,500 રૂપિયા થશે.
NPS: રૂ. 1 લાખ પેન્શન માટે કેટલું રોકાણ જરૂરી?
જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેણે દર મહિને રૂ. 16,800 (10% કર્મચારી યોગદાન અને 14% સરકારી યોગદાન) રોકાણ કરવાની જરૂર પડશે. NPSમાં જોડાવા માટે ઉંમર 25 વર્ષ અને માસિક યોગદાન (કર્મચારી + સરકાર) રૂ. 16,800 છે. રોકાણ પર અંદાજિત રિટર્ન 9 ટકા છે. કુલ રોકાણ રૂ. 70.6 લાખ છે અને કુલ રિટર્ન રૂ. 4.27 કરોડ છે. જેમાં રિટાયરમેન્ટ વખતે 4.98 કરોડ રૂપિયા જમા થાય છે. પેન્શન માટે ફાળવેલ 40% ફંડ રૂ. 1.99 કરોડ છે અને પેન્શન માટે ફાળવેલ 40% ભંડોળ રૂ. 1.99 કરોડ છે. અંદાજિત રિટર્ન 6 ટકા છે. 60%ના એકસાથે ઉપાડ રૂ. 2.99 કરોડ છે, તેથી દર મહિને તમારું પેન્શન રૂ. 1 લાખ થશે.