Jharkhand Holi News : હોળીના રંગે સમસ્યા ન બને! અહીં ભૂલથી રંગ છંટાય તો લગ્ન કરવાની પરંપરા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Jharkhand Holi News : રંગબેરંગી રંગોનો તહેવાર હોળી યુવાઓ ખૂબજ ઉત્સાહથી મનાવતા હોય છે પરંતુ ઝારખંડના સંથાલ આદિવાસી સમુદાયમાં છોકરો જે છોકરીને રંગ છાંટે તો તેને ફરજીયાત એની સાથે લગ્ન કરવા પડે છે. આ અજીબો ગરીબ પરંપરા ઝારખંડના પશ્ચિમ સિંહભૂમથી પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના વિસ્તારો સુધી જોવા મળે છે. દાયકાઓ વિતી ગયા છતાં રીવાજમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સંથાલ આદિવાસી સમુદાયના ગામોમાં પુરુષો કરતા પણ મહિલાઓ વધારે ઉત્સાહથી હોળી રમે છે જેમાં અપરણીત યુવતીઓ પણ ભાગ લે છે. કુંવારી યુવતીઓ એક બીજાને હોળીના રંગ છાંટે છે પરંતુ કોઇ યુવક જો કુંવારી યુવતીને હોળીનો રંગ છાંટે તો એ યુવતી સાથે લગ્ન કરવા પડે છે.

- Advertisement -

આથી યુવકો ભૂલથી પણ રંગ ના છંટાઇ જાય તેની કાળજી રાખે છે. રંગ છાંટયા પછી જો યુવક લગ્ન કરવાની ના પાડે તો તે જે ઘરમાં રહે છે એની સંપતિ યુવતીના નામે કરવી પડે છે જેમાં યુવકના માતા પિતા પણ ના પાડી શકતા નથી. હોળી તહેવારમાં જે યુવક યુવતીઓ એકબીજાને પસંદ કરે છે તે જ હોળી રમે છે.

 

- Advertisement -

 

Share This Article