Adah Sharma Shocking Statement:  લગ્નથી દુર રહેવા માંગે છે અદા શર્મા, કહ્યું- ‘સંબંધોથી મને ડર લાગે છે’

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Adah Sharma Shocking Statement: એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘કેરલા સ્ટોરી’ બ્લોકબસ્ટર રહી હતી. બોક્સ ઓફિસ પર તેણે ધૂંઆધાર કમાણી કરી હતી. તે બાદ આ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવાને લઈને ચર્ચામાં રહી.

હવે પોતાના એક નિવેદનને લઈને આ ચર્ચામાં આવી છે. અદાથી લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો. તેની પર તેણે કહ્યું કે ‘હું લગ્ન કરવા માગતી નથી. મારું સ્વપ્ન છે કે હું લગ્ન ન કરું. લગ્નના સ્વપ્નને જોવું મારા માટે ખરાબ સ્વપ્ન જેવું હશે. હું કોઈ સંબંધમાં આવવાથી ગભરાઈ રહી નથી.

- Advertisement -

હું પહેલા જ ઘણી વખત દુલ્હનનું પાત્ર સ્ક્રીન પર નિભાવી ચૂકી છું. રિયલ લાઈફથી લગ્નની ઈચ્છા જ જતી રહી છે હવે મન ઉઠી ગયું છે. જો ભવિષ્યમાં મને લાગે છે કે લગ્ન કરવા જોઈએ તો હું આરામદાયક વસ્ત્રોમાં લગ્ન કરીશ. ભારે લહેંઘામાં નહીં.’ અદા શર્માની પાસે હજુ ઘણા પ્રોજેક્ટ્સ છે. જેના વિશે તે વિચારી રહી છે. અત્યાર સુધી કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી.

Share This Article