GUJCET Hall Ticket: ધો.૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તા.૨૩ માર્ચે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષાના આવેદનપત્રો ભરાયા હોય તેમની પ્રવેશિકા- હોલટિકિટ નિયત સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૩ માર્ચ રવિવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા- હોલ ટિકિટ) બોર્ડની વેબસાઇટ પરથી આજરોજ બપોરના ૩ કલાકથી ડાઉનલોડ કરવાનું શરૂ કરાયું છે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૫ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ (પ્રવેશિકા) સર્ચ કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે. ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ (પ્રવેશિકા, હોલ ટિકિટ) સાથે કોઇપણ એક ફોટો આઇ.ડી. પ્રુફ (આધારકાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધો.૧૨ની પરીક્ષાની ઓરીજીનલ હોલ ટિકિટ) સાથે લઇ જવાનું રહેશે.