Accident In Gir Somnath: ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી ગઈ હતી. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 23 મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા. બસમાં 55 યાત્રાળુઓ હતા અને તે બધાને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વેરાવળ-કોડીનાર હાઇવે પર બસ પલટી ગઈ ત્યારે નજીકના ગામડાના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા, ત્યારબાદ સુંદરપરા ગામ પાસે આ અકસ્માત થયો હતો, આ અકસ્માત ગુરૂવારે (13મી માર્ચ) રાત્રે 11 વાગ્યે થયો હતો અને તેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. વેરાવળના ખારવા સમાજના લોકો તીર્થયાત્રા પર ગયા હતા અને આ અકસ્માત થયો, તેઓ ધુળેટી તહેવાર માટે તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો.પોલીસે સમગ્ર ઘટના અંગે મુસાફરો અને ડ્રાઇવરના નિવેદનો લીધા છે. બસ કેવી રીતે પલટી ગઈ તે અંગે હજુ સુધી માહિતી બહાર આવી નથી.