Gujarat Bharti Celender: ગુજરાતમાં શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, ભરતી કેલેન્ડર જાહેર, 94 હજાર જગ્યાઓ ભરાશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Bharti Celender: ગુજરાતમાં ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષમાં થનારી ભરતીને લઈને કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં 10 વર્ષ દરમિયાન વર્ગ 1-2 અને 3 મળીને કુલ 94000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

94 હજારથી વધુ ભરતી કરાશે

- Advertisement -

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષને લઈને ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં પ્રાથમિક શિક્ષણ, કમિશનરેટ ઓફ સ્કૂલ્સ, GCERT, GHSEB, NCC, ટેક્નિકલ ક્ષેત્ર સહિતમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતની વર્ગ 1-2 અને 3 માટેની જગ્યાઓ પર 10 વર્ષ દરમિયાન કુલ 94 હજારથી વધુ ભરતી પ્રક્રિયાને લઈને કેલેન્ડર જાહેર કર્યું છે.

કયા વર્ષમાં કેટલી જગ્યા પર ભરતી થશે?

- Advertisement -

– વર્ષ 2025માં વિવિધ પદ પર 11,300 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2026માં વિવિધ પદ પર 6,503 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

- Advertisement -

– વર્ષ 2027માં વિવિધ પદ 5698 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2028માં વિવિધ પદ પર 5,427 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2029માં વિવિધ પદ પર 430 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2030માં વિવિધ પદ પર  8,283 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2031માં વિવિધ પદ પર 8,396 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2032માં વિવિધ પદ પર 18,496 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

– વર્ષ 2033માં વિવિધ પદ પર 13,143 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.

Share This Article